બંધમકાનમાં તસ્કરો ત્રાટક્યાં:ગાંધીધામમાં શિણાયનાં બંધ મકાનમાંથી રૂપિયા 91 હજારના માલમત્તાની ચોરી; લેપટોપ, ઘડિયાળ જેવી તમામ વસ્તુઓ લઈ નાસી છૂટ્યાં

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ તાલુકાનાં શિણાયનાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રૂપિયા 91 હજારના માલમત્તાની ચોરી કરી નાસી ગયા હોવાની ફરીયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઈ છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ ચોરીનો બનાવ તારીખ 24 જુલાઈના સાંજે સવા છ વાગ્યાથી તારીખ 28 જુલાઈના 10 વાગ્યાના અરસામાં બન્યો હતો. શિણાઈનાં રામેશ્વરનગરમાં રહેતા ફરીયાદી અરવિંદભાઈ રામવીરસિંઘ ચૌધરીની ફરીયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ફરીયાદીનાં ઘરનાં દરવાજાનાં તાળા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલ લેપટોપ, નિકોન કંપનીની કેમેરો, હાથની કાંડા ઘડીયાલ તેમજ ફરીયાદીનાં પત્નીના બે જોડી ચાંદીનાં સાંકળા, એક હાર્ડ ડ્રાઈવ, પાંચ પેનડ્રાઈવો તથા એક નોકીયા કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ તથા રોકડ રકમ સહિત કુલ 91,000ના મુદ્દા માલની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે રાબેતા મુજબ અજાણ્યા ચોર ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...