ચોરી:અંતરજાળની આંગણવાડીમાંથી 20 હજારની માલમત્તા ચોરાઇ

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગેસનો બાટલો, ઘઉંના કટ્ટા, તેલના ડબ્બા ઉપાડી ગયા
  • ઉચ્ચ કક્ષાએ જાણ કર્યા બાદ આદિપુરમાં નોંધાઇ ફરિયાદ

અંતરજાળના રાજનગરમાં આવેલા આંગણવાડી કેન્દ્ર 4 માંથી રૂ.20,700 ની માલમત્તા ચોરી થઇ હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાવી હતી. ગાંધીધામના સીએફએક્સ 350, 400 ક્વાર્ટરમાં રહેતા અને અંતરજાળ ના રાજનગરમાં આવેલી આંગણવાડી કેન્દ્ર-4 માં કામ કરતા મીનાબેન ભીમગર ગુંસાઈ એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ચોરીની ઘટના તા.27/4 ના બપોરે સાડા ત્રણ વાગ્યાથી તા.તા.28/4 ના રોજ સવારે 9 વાગ્યા દરમિયાન બની હતી.

જેમાં રાજનગર આંગણવાડીમાંથી રૂ.2,700 ની કિંમતનો ગેસનો 1 બાટલો, રૂ.3,000 ની કિંમતના ઘઉંના 100 કિલોના બે કટ્ટા અને રૂ.15,000 ની કિંમતના તેલના 5 ડબ્બા મળી કુલ રૂ.20,700 નો મુદ્દામાલ ચોરી થયો હોવાનું જાણવા મળ્યા બાદ આ બાબતે ઉચ્ચ કક્ષાએ જાણ કર્યા બાદ આદિપુર પોલીસ મથકે આ ચોરીની ફરિયાદ તેમણે નોંધાવી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે, તા.6/5 ના રોજ આદિપુર પોલીસે શંકાસ્પદ રૂ.37 હજારની કિંમતના ઘઉં , ચોખા અને મીઠાના જથ્થા સાથે એક મહિલાની અટક કરી હતી. કોરોના કાળ બાદ હાલ આ પ્રકારની ચોરીની ઘટનાઓ વધી છે જે ચિંતાજનક બાબત છે.

અન્ય સમાચારો પણ છે...