ક્રાઇમ:કેટરર્સના બંધ ઘરમાંથી 1.78 લાખની માલમત્તા ચોરાઇ

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.1.10 લાખ રોકડ અને દાગીના ઉપડ્યા

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેતા કેટરર્સના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.1.78 લાખની માલમત્તા ચોરી ગયા હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. વોર્ડ-9/બી-ડી ભારતનગરમાં હોટલ એમ્પાયર સામે રહેતા કેટરર્સ પરેશભાઇ અશોકભાઇ નિમ્બાર્કગત તા.31/5 ના રોજ તેઓ પરિવાર સહિત ઘર બંધ કરી રાજકોટ રહેતા મામા જયસુખભાઇ અગ્રાવાતના ઘરે ગયા હતા. તા.3/6 ના સાંજે સાડા છ વાગ્યે પરિવાર ઘરે પહોંચ્યો ત્યારે મકાનની ગ્રીલનું તથા દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં પ્રવેશ્યા તો સામાન વેર વિખેર હતો.

તપાસ કરી તો કબાટનું લોક તોડી તસ્કરો રૂ.1,10,000 રોકડ, રૂ.30,000 ની કિંમતના ચાંદના નાના-મોટા 35 છત્તર, રૂ.20,000 ની કિંમતના 10 ગ્રામ વજનના સોનાના બે મુગટ, રૂ.15,000 ની કિંમતના ચાંદીની થાળીના ત્રણ સેટ તથા રૂ.3,000 ની કિંમતનો સોની કંપનીનો કેમેરો મળી કુલ રૂ.1,78,000 ની માલમત્તા ચોરી ગયા હોવાનો ખ્યાલ આવ્યો હતો.

તેમના સાસુને બિમારી સબબ અમદાવાદ ખાતે દાખલ કર્યા હોઇ તેઓ ત્યાં ગયા હોવાને કારણે આ ચોરીની ફરિયાદ મોડી નોંધાવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ફરિયાદના આધારે પીએસઆઇ ડી.જી.પટેલે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીધામ સંકુલમાં રેઢું ઘર તસ્કરો મુકતા નથી તેવો તાલ સર્જાયો છે જે પોલીસ માટે પડકાર છે ત્યારે આ ગેંગને પકડી કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...