ફરિયાદ:ભચાઉ નજીક DPAની જમીન પર દબાણ પ્રશાસને દૂર કર્યું

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસ મથકે દબાણકાર સામે ફરિયાદની તજવીજ
  • વાગડમાં ડીપીએની જમીન પર ગેરકાયદેસર દબાણની ફરિયાદ જૂની

ભચાઉ નજીક બેટિયા, ગુલામશા પીર દરગાહની પશ્ચિમ બાજુએ આવેલી CRZ હેઠળ ખાલી પડેલી ડીપીએની જમીન પર થતા બિન-અધિકૃત દબાણને પ્રશાસને સફળતા પૂર્વક અટકાવ્યું હતું. ડીપીએની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ભચાઉ નજીક ગુલામશા પીરની દરગાહ પાસે પોર્ટની જગ્યા પર બિન અધિકૃત રીતે દબાણ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી.

જેમાં ઊંટ ઉછેરક એસોસિએશનના આદમ ભચુ જાટની સહાયતાથી પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરી દબાણનો પ્રયાસ કરી રહેલા તત્વોને દૂર કરાયા હતા. તો ડીપીટી દ્વારા ભચાઉ પોલીસ સ્ટેશન મથકે સાબિતિરૂપ ફોટોગ્રાફ રજૂ કરી ફરિયાદની પણ તજવીજ હાથ ધરાઇ હતી.

આ કાર્યવાહીમાં કંડલા લેન્ડ એસઇ શ્રીનિવાસ રાવ, એન્ક્રોચમેન્ટ સેલના મનોજ ગોહેલ, મદદનીશ સિવિલ ઇજનેર રાજેશ ઇશરાની, મેન્ગ્રોવ્ઝ ચોકીદારો જીવરાજભાઇ, નારાયણભાઇ, શામજીભાઇ સહિતની ટીમ આ કાર્યવાહીમાં જોડાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડીપીએ હસ્તકની વાગડ વિસ્તારની જમીનો ઉપર દબાણોની ફરિયાદો જૂની છે.

અન્ય સમાચારો પણ છે...