પાલિકા દ્વારા સર્વે હાથ ધરાયો:પાલિકાના 75 પ્લોટમાંથી 26 પર દબાણ, લેન્ડ ગ્રેબીંગ થઈ શકે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ પાલિકા દ્વારા સર્વે હાથ ધરાયો, એસડીએમને રિપોર્ટ કરાશે
  • પોર્ટ અને SRCએ ફાળવેલી જમીનમાં કેટલાકમાં ઝુપડપટ્ટી તો ક્યાંક કોમર્શીયલ બાંધકામ થઈ ગયું છે

ગાંધીધામ નગરપાલિકા દ્વારા તેમને પ્રાપ્ત કેટલા પ્લોટો પર દબાણ કરવામાં આવ્યું છે તેનો અલાયદો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેની ઓળખ થયા બાદ લેન્ડ ગ્રેબીંગ એક્ટનો ઉપયોગ કરવામાં આવશે તેવી ગતીવીધી હાથ ધરવામાં આવી રહી છે.

ગાંધીધામ એક અલાયદી વ્યવસ્થામાં પેદા અને વિકસીત થયેલુ શહેર છે, જેની નગરપાલિકા પાસે પોતાની કોઇ જમીન ઉપલબ્ધ નથી. જેથી દીન દયાલ પોર્ટ અને એસઆરસી દ્વારા અપાયેલા પોર્ટ પર નિર્ભર પાલિકા, તેમણે આપેલા પ્લોટની જાળવણી પણ યોગ્ય રીતે ન કરી શકી હોય તેમ પાલિકા હસ્તકના કુલ 75પ્લોટમાંથી 26 પર દબાણ થયું હોવાનું જાણવા મળે છે.

દીન દયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા આટલા વર્ષોના સમયગાળામાં કુલ 20 પ્લોટ ગાંધીધામ નગરપાલિકાને ફાળવાયા છે. પ્રાથમિક સુત્રો તેમાંથી 8 પ્લોટ પર દબાણ થઈ ગયું હોવાનું જણાવી રહ્યા છે, તો એસઆરસી દ્વારા નગરપાલિકાને 55 પ્લોટ ફાળવાયા છે. જેમાંથી 18 પ્લોટ પર દબાણકર્તાઓ હાજ અજમાવી ચુક્યા હોવાનો સુર વ્યક્ત કરાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં તેમના વિરુદ્ધ કાર્યવાહીને અંજામ આપવાનો સુર પ્રબળ બનતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યુ હતુ.

સુત્રોએ જણાવ્યું કે આ રિપોર્ટ એસડીએમને સુપરત કરાશે, જે આધારે દબાણકર્તાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ લાગુ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાલિકાને ફાળવેલા પ્લોટોમાં થયેલા દબાણ ઝુપડપટ્ટી, કેબીનો, તો કેટલાકમાં પાકા દબાણો પણ હોવાનું ફલીભુત થઈ રહ્યું છે. તે તમામ પર કાયદાનો સીંકજો કસાય તે આવશ્યક હોવાનો સુર પ્રબુદ્ધ વર્ગ દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.

સંકુલમાં 9એઈ, આદિપુર સહિતના વિસ્તારોમાં દબાણનો વિકટ બનતો પ્રશ્ન
ગાંધીધામ સંકુલ માટે દબાણ એક મોટો પ્રશ્ન વર્ષોથી બની રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ, તો કેટલાકમાં કોર્નર પ્લોટ મનફાવે તે પ્રકારના દબાણ કરતા હોવાનું સામે આવતું રહ્યું છે. આદિપુરના વાળી વિસ્તારમાં, ગાંધીધામના 9એઈમાં ચર્ચાસ્પદ મંદીર વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃતિ વધી હોવાથી પાલિકા અને પોલીસ દ્વારા સતત ચેતવ્યા છતાં ન સુધરતા આરોપીઓને આ ગુના તળે ફીટ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...