રાપરમાં કાકાઇ ભાઇના પત્ની વિરૂધ્ધ ફરિયાદ પરત લેવા મુદ્દે એમ મહિલા સહિત બે જણાએ ધોકા વડે માર માર્યો હોવાની, તો સામે પક્ષે મહિલાએ આલિંગન કરી છેડતી કરી હોવાની પ્રતિ ફરિયાદ નોંધાઇ છે. રાપરના સેલારી નાકા પાસે રહેતા 55 વર્ષીય નરસંગભાઇ ગણેશાભાઇ સરૈયા (પટેલ) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત સવારે સાડા દશ વાગ્યાના અરસામાં તેઓ રાપર થી ચિત્રોડ જતા રોડ પર પાંજરાપોળ પાસે પહોંચ્યા હતા ત્યારે બાઇક પર મહિલા સાથે આવેલા ઇસમે ઓવરટેક કરી તેમને રોક્યા હતા.
તેમને શું કામ છે? પુછતાં તમારા કૌટુંબિક ભાઇ દેવજીભાઇની પત્નીએ સવજીભાઇ ગોકળભાઇ સરૈયા વિરૂધ્ધ જે ફરિયાદ કરી છે તે પાછી ખેંચી લેજો નહિં તો તમારી ઉપર પણ છેડતીની ફરિયાદ નોંધાવશું કહી બાઇક પર આવેલા ઇસમે ધોકા વડે અને મહિલાએ ધક બુશટનો માર મારી ઘૂંટણમાં ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડી છેડતીની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપી ચાલ્યા ગયા હોવાનું તેમણે રાપર પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું.
સામે પક્ષે મહિલાએ પણ ફરિયાદ નોંધાવી હતી તેમાં તેણે જણાવ્યા મુજબ આરોપી નરસંગ ગણેશા સરૈયાએ ગત સવારે સાડા દશ વાગ્યાના અરસામાં ગુરૂકુળ રિંગ રોડ પર તેને બાથ ભરી અડપલા કરી છેડતી કરી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. હાલ બન્ને પક્ષની ફરિયાદના આધારે પીએસઆઇ જી.બી.માજીરાણાએ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.