સેવાકીય પ્રવૃતિ:ડ્રાઈવરોની મદદે પોર્ટ અને સંસ્થાઓ આવી, 3 હજાર લોકો માટે ભોજન, પાણી સહિતની વ્યવસ્થા કરાઈ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કંડલા પોર્ટમાં ઘઉંનો કાર્ગો લઈને આવેલા ડ્રાઈવરોને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પોર્ટ પ્રશાસન સાથે ચેમ્બર ઓફ કોમર્સ અને સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી. ત્રણ હજારથી ફુડ પેકેટ્સ અને સ્થળ પર આહાર સામગ્રીઓનું વિતરણ કરાઈ રહ્યું છે.માલ પહોંચાડવા માટે કેટલાક નિશ્ચીત દિવસોનીજ વ્યવસ્થા સાથે નિકળતા ડ્રાઈવરો ઘઉં લોડીંગ પર પ્રતિબંધ થતા અહી અટવાઈ પડ્યા હતા.

કેટલાક ડ્રાઈવરો 10 થી વધુ દિવસોથી પણ રાહ જોઇ રહ્યા હતા ત્યારે પાણી અને ભોજન જેવી પ્રાથમિક સગવડ માટે ડીપીએના ચેરમેન એસ.કે. મહેતાની દોરવણી તળે પોર્ટ પ્રશાસન અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભોજન અને પાણી વ્યવસ્થા બે દિવસથી શરૂ કરી દેવાઈ હતી. જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે ત્રણ હજારથી વધુને સવાર સાંજ નાસ્તા, ભોજન અને પાણીની વ્યવસ્થા કરાઈ છે. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ પણ અન્ય સભ્યો સાથે ઓનગ્રાઉન્ડ સ્થળ પર સેવામાં જોતરાયા હતા.

નાસીપાસ થતા રોકવા ‘ગાડી રોકાઈ છે, જીવન નહી’ નો સંદેશ અપાયો
સામાજિક ક્ષેત્રે કાર્યરત સેવા સર્વોપરી સંસ્થા દ્વારા પણ ત્રણ હજારથી વધુ ફુડ પેકેટ્સ નેશનલ હાઈવે પર ડ્રાઈવરોમાં વિતરણ કરાયા હતા. જે સાથે સતત થઈ રહેલા વિલંબ અને સમસ્યાઓના કારણે ડ્રાઈવરો નાસીપાસ ન થાય તે માટે “ગાડી રોકાઈ છે, જીવન નહી’ નો સંદેશ પણ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...