શકાસ્પદ શખ્સની અટકાયત:ગાંધીધામ હાઈવે પર શંકાસ્પદ ભંગાર ભરેલા ટ્રક સાથે પોલીસે એકની અટક કરી

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ હાઈવે પર રૂપિયા 3.53 લાખનાં શંકાસ્પદ ભંગાર ભરેલા ટ્રક સાથે પોલીસે એકની અટક કરી હતી. આ અંગે પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન સી.જે.શાહને પેટ્રોલપંપ પાસેથી એક લોખંડનો ભંગાર ભરેલી ટ્રક શંકાસ્પદ હલતમાં મળી આવતા ડ્રાઈવર પાસે બીલ કે આધાર પુરાવા ન હોવાથી રૂપિયા 3.53 લાખની કિંમતનાં શંકાસ્પદ ભંગારનાં 10 ટન જથ્થા સાથે ચાલક શરદભાઈ અમરશીભાઈ કાપડીની અટક કરી હતી. ટ્રક સહિત કુલ રૂપિયા 8,53,150નો મુદામાલ કબ્જે કરાયો હતો. આ કામગીરીમાં ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા સહિત એલ.સી.બી સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...