ગાંધીધામમાં વાહનોનું સધન ચેકિંગ:વાહનોમાં લગાવેલ બ્લેક ફિલ્મ કાચ સામે પોલીસની લાલઆંખ; ડ્રાઈવરોને ટ્રાફિક નિયમોની જાણકારી અપાઈ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, સાથે ચૂંટણીની તારીખો પણ ચૂંટણીપંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે આદર્શ આચાર સહિતા પણ અમલમાં મુકાય સૂકી છે. ચૂંટણીના ભાગરૂપે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસતંત્ર દ્વારા બાજનજર રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરમાં પ્રવેસતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ કામગીરી દરમિયાન બ્લેક ફિલ્મ કાચ લગાવેલ વાહનચાલકો સામે પોલીસે લાલઆંખ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાથેસાથે અન્ય વાહનચાલકોને કાયદાકીય તેમજ જરૂરી માગર્શન આપવામાં આવ્યું હતું.

ડ્રાઈવરોને ટ્રાફિક નિયમોની જાણકારી અપાઈ
આ અંગે મળતી માહિતી મુજબ જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સપેક્ટર બી.એસ.ચૌહાણ અને સ્ટાફ દ્વારા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગલપર બસ સ્ટેન્ડ પાસેનાં સ્ટેટ હાઈવે પર બ્લેક ફિલ્મ લગાડેલ વાહનો રોકી સ્થળ પર બ્લેક ફિલ્મ દુર કરવામાં આવ્યા હતા. આ સાથે અન્ય વાહનચાલકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ હતી. તેમજ ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં જવાહરનગર પુલ પાસે આવેલ સમા પાર્કિંગ ખાતે ડ્રાઈવરોને ટ્રાફિક અંગેનાં નિયમોની જાણકારી આપી અવરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...