અંજાર પોલીસને બાતમીના આધારે 2 શખ્સ દારુની બોટલો સાથે મળી આવ્યા છે. આ બંને શખ્સની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ પોલીસે બાતમીનાં આધારે અંજાર તાલુકાનાં ભીમાસર ફાટક પાસે મુળ માધાપર અને હાલે ચોપડવા રહેતા મનીષ નારણ ગુંસાઈ અને આશિષ વિપુલભાઈ મકવાણાની કબ્જાની આઈ-ટ્વેન્ટી કાર જીજે૧૨ ડીએમ-5089માંથી દારૂની 24 બોટલો શરાબનો જથ્થો મળી આવતા 3 લાખની કાર અને મોબાઈલ ફોન સહિતનો મુદામાલ કબ્જે કરી અંજાર પોલીસે બંન્ને ઈસમોની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.