તસ્કરીનો ભેદ ઉકેલાયો:વર્કશોપમાંથી 68 હજારની કિંમતના પૂર્જા ચોરી કરનાર ચારની ટોળકી પોલીસે પકડી

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીઠીરોહરમાં થયેલી તસ્કરીનો ભેદ એકજ દિવસમાં પોલીસે ઉકેલ્યો
  • ચોરીમાં ગયેલો 69 હજારનો મુદામાલ રીકવર સાથે ઉપયોગમાં આવનાર કાર પણ જપ્ત કરાઈ

ગાંધીધામના મીઠીરોહરના વર્કશોપમાં થયેલ્ળી ચોરીનો ભેદ પોલીસે એકજ દિવસમાં ઉકેલીને આરોપીઓને ચોરીમાં ગયેલા સામાન સાથે ઝડપી પાડ્યા હતા. આ સાથે ઉપયોગમાં લેનારી કાર સહિત કુલ 1.19 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.

ગત રોજ આર.બી.ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા મુળજીભાઇ પટેલે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ટ્રાન્સપોર્ટનો વર્કશોપ મીઠીરોહર પાસેના સંધ્યા વેરહાઉસમાં આવેલો છે. તા.1/6 ના રાત્રે વેરહાઉસમાં વર્કશોપમાંથી 22,000 ની કિંમતની બે પ્રેશર પ્લેટ, રૂ.7,000 ની કિંમતની એક ક્લચ પ્લેટ, રૂ.5,100 નું ફ્લાયવીલ મળી કુલ68,800 ની કિંમતના વાહનોના સ્પેરપાર્ટ ચોરી થયા હોવાનો ખ્યાલ આવ્યો હતો.

ત્યારબાદ ફરિયાદ નોંધાવતા હરકતમાં આવેલી પોલીસે બીજાજ દિવસે આ ગુનો આચરનારા આરોપી રમજાન ઈબ્રાહીમ વીરા (ઉ.વ.40) (રહે. વિજયનગર, જુની કોર્ટની બાજુમાં, અંજાર), કરીમ આમદ બાફણ (ઉ.વ.28) (રહે. નવાનગર રેલવે સ્ટેશનની બાજુમાં, અંજાર), દિનેશ અમરાભાઈ ઠાકોર (ઉ.વ.20) (રહે. કૈલાશનગર, દબડા, અંજાર), મામદ આલીશ શેખ (ઉ.વ.45) (રહે. હેમલાઈ ફળિયુ શેખ ટીમ્બો, અંજાર) ને ચોરીમાં ગયેલા અલગ સ્પેરપાર્ટ્સ મળીને 68,800 અને એક 50 હજારની કિંમતની કાર મળીને કુલ 1,18,800 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ કામગીરીમાં બી ડિવિઝન પીઆઈ પી.એન. ઝીંઝુવાડીયા, પીએસઆઈ આર.કે. દેસાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...