પશ્ચિમ રેલવેના હેડક્વાટર ચર્ચગેટ થી ઉતરી અને ઉતરી પશ્ચિમ રેલવેને પત્ર પાઠવીને સમર વેકેશનમાં કચ્છથી ત્રણ ટ્રેનોનો ટાઈમ ટેબલ મોકલીને તેની અંતિમ પ્રપોઝલ મંજુરી માટે મુકી હતી. જેમાં એક ટ્રેન ગાંધીધામ થી દહેરાદુન અને ત્યાંથી પરત ગાંધીધામની છે. જે દરે સોમવારે સાંજે 4:15 વાગ્યે ગાંધીધામથી નિકળીને મંગળવારના રાત્રે 8:45ના દહેરાદુન પહોંચશે.
તો વળતા ફેરામાંદહેરાદુનથી બુધવારે સવારે 5:50 વાગ્યે નિકળીને ગુરુવારના સવારે 9 વાગ્યે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન એસી અને સ્લીપર કોચ હશે જે 14 ટ્રીપ મારશે. બીજી ટ્રેન ગાંધીધામ થી અમૃતસર અને રીટર્નની પ્રસ્તાવીત કરાઈ છે જે ગાંધીધામથી શુક્રવારે સવારે 6:30 વાગ્યે ગાંધીધામથી નિકળીને શનિવારના સવારે 10:30 વાગ્યે અમૃતસર પહોંચાડી દેશે.
આવીજ રીતે અમૃતસરથી શનિવારના બપોરે 1:25 વાગ્યે ટ્રેન ઉપડશે જે રવિવારના સાંજે 6 વાગ્યે ગાંધીધામ પહોંચાડી દેશે. આ ટ્રેનમાં એસી, સ્લીપરના કોચ હશે જેની પણ 14 ટ્રીપ રહેશે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ અને મંત્રી મહેશ તિર્થાણીએ આ ગતીવીધીને આવકારતા ચેમ્બરના સતત પ્રયાસોને યાદ કર્યા હતા.
સવારે 10ના અમદાવાદ, રાત્રે 11 વાગ્યે પરત
ત્રીજી ટ્રેન દૈનિક છે, જે ગાંધીધામ અમદાવાદ વચ્ચે ચલાવવા પ્રસ્તાવિત કરાઈ છે. ગાંધીધામથી આ ટ્રેન 27 માર્ચ થી દૈનિક ધોરણે (હાલ તા.30/06 સુધી) રોજ સવારે 5 વાગ્યે ગાંધીધામથી ઉપડશે અને સવારના 10:10 વાગ્યેજ અમદાવાદ પહોંચાડી દેશે. ત્યારબાદ સાંજના 5:40 વાગ્યે અમદાવાદથી ઉપડીને રાત્રીના 11 વાગ્યે ગાંધીધામ પહોંચાડી દેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.