પૂર્વ કચ્છમાં બાયો ડીઝલનો કાળો કારોબાર ફરી ધમધમવા માંડ્યો છે. ગાંધીધામના મીઠીરોહરમાં હવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી 23.20 લાખ રૂપિયાનું 29 હજાર લીટર બાયો ડીઝલ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે એલસીબીએ રવિવારે સવારે હાઈવે પરના સર્વિસ રોડથી અડધો કિલોમીટર દૂર મીઠીરોહર તરફ જતાં માર્ગે ચામુંડા લોજીસ્ટીક નામની ટ્રાન્સપોર્ટ પેઢીના વાહનોના પાર્કિંગ પ્લોટમાં દરોડો પાડ્યો હતો. અહીં ઉભેલા ટેન્કર નંબર GJ.12 BT.9535 ની તપાસ કરવામાં આવી હતી.
આ વાહનમાં રૂ. 20 લાખનો 29 હજાર લિટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરેલો હોવાનું બહાર આવ્યું હતું તથા તેના વાલ્વમાં લિટરની ક્ષમતા માપણી કરવાનું વીજ મીટર, પાઈપ વગેરે જોડાયેલા નજરે પડ્યા હતા. આ વાડામાં હાજર રસિક પરષોત્તમ જોશીની પૂછપરછ કરાતાં આ ટેંકર થકી અન્ય વાહનોમાં ઈંધણ ભરીને આ શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરાતો હોવાની કેફિયત તેણે આપી હતી. તેમજ વાડાનો માલિક, ટેક્રર માલિક અંતરજાળનો દેવજી માદેવા મ્યાત્રા નામનો શખ્સ આ બધું સંભાળતો અને કરતો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સરકારના કોઈ પણ પ્રકારના પરવાના ન રાખી, લોકો, વાતાવરણને નુકસાન કરી, સ્થાનિક જગ્યાએ સુરક્ષાના કોઈ સાધનો રખાયા નહોતા, અહીંથી પોલીસે રૂ. 23 લાખનો શંકાસ્પદ પદાર્થ, 20 લાખનું ટેન્કર, મીટર, નળી તથા ધનજી જીવા રબારી નામનું લાઈટ બિલ વગેરે મળી કુલ 43.25 લાખનો મુદામાલ જપ્ત કરી દેવજી વિરુધ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.