સેવાકીય સંસ્થાઓ અબોલની વહારે આવી:ગાંધીધામના લોકોએ દિવસ રાત મહેનત કરીને 21 દિવસમાં 2300 જેટલા ગૌ વંશની સારવાર કરી

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ સ્થિત અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને સ્વ શ્રી નારણભા કરમણભા ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા પંદરેક દિવસથી ગૌવંશની સેવાઓ ચાલી રહી છે. ટીમના 100 જેટલા લોકોએ દિવસ રાતની અલગ અલગ પાળી કરીને એકવીસ દિવસમાં 2300 જેટલા ગૌવંશની સારવાર કરી છે.

હાલે ગૌવંશમાં લમ્પિ રોગ ખૂબ જ ફેલાઈ ગયો છે, સમજો કે ગૌ વંશને ભરડામાં લીધા છે. અને ગુજરાતના અનેક જીલ્લામાં મહામારીની જેમ ફેલાઈ રહ્યો છે. ત્યારે અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને સ્વ શ્રી નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા પંદરેક દિવસથી ગૌવંશની સેવાઓ ચાલી રહી છે. જેમાં આયુર્વેદક ઉકાળાઓ વરીયાળી, સાકર, ગુલકોઝનુ સરબત અને એલોપેથી દવાઓનો અને ફટકડી લીમડો અને પીપી પાઉડરના પાણીનો છંટકાવ કરવામાં આવે છે. ટીમના 100 જેટલા લોકોએ દિવસ રાતની અલગ અલગ પારી કરીને એકવીસ દિવસમાં 2300 જેટલા ગૌવંશની સારવાર કરી છે. જેમાં ગાંધીધામ, આદિપુર, મેઘપર બોરીચી, અંતરજાળ, ગળપાદર, વરસામેડી, મિઠીરોહર પુલીયા સુધીના વિસ્તારમાં ગૌવંશની સારવાર કરવામાં આવી રહી છે.

સાથે દાતાશ્રીઓના સહયોગથી દવાઓ લેવામાં આવે છે. સાથે પશુપાલન દવાખાનું ગાંધીધામના ડોક્ટર ટીમની સલાહ સૂચનથી દવાઓ લેવામાં આવી અને ગૌવંશને આપવામાં આવી. જેમાં રાત્રે મોડે સુધી કામ ચાલતું હોવાથી પોલીસ પ્રસાસનનો પણ ખુબ સહયોગ મળી રહ્યો છે. હજી પણ જો પ્રસાસન દ્વારા આઈ.સી.યુ.વોર્ડ ઉભો કરીને એક સાથે મળીને સારવાર કરવામાં આવે તો આ મહામારીમાંથી જલ્દીમાં જલ્દી મુક્તિ મળે. અમારી હજી નિરંતર સેવા ચાલુ રહેશે જ્યાં સુધી મહામારી ખત્મ ન થઈ જાય. તેવું સ્વ. શ્રી નારણભા કરમણભા ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજભા ગઢવીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...