પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો:ગાંધીધામ, આદિપુર, અંજાર અને ભચાઉ વિસ્તારના લોકો ઘરની બહાર દોડી આવ્યા, ભેદી ધડાકાનો અવાજ આવતા ભયનો માહોલ સર્જાયો

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ કચ્છમાં ભૂકંપના આંચકા આવવા સામાન્ય વાત છે. ત્યારે પૂર્વ કચ્છમાં આજે ફરી ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે, વિચિત્ર વાત એ હતી કે, ભૂકંપના આંચકા સાથે લોકોને મોટો ધડાકો પણ સંભળાયો હતો. ગાંધીધામમાં ભેદી ધડાકાનો અવાજ આવતા ભયનો માહોલ ફેલાયો હતો. ગાંધીધામ, આદિપુર, ભચાઉ અને અંજાર સહિત આસપાસના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

2.9 ની તિવ્રતાનો આંચકો અનુભવાયો
કચ્છમાં આજે ભૂકંપના આંચકા સાથે મોટો ધડાકો સંભળાયો હતો. ભચાઉથી 16 કિ.મી દુ૨ 2.9 ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. પરંતુ ગાંધીધામ, આદિપુર અને અંજાર વિસ્તારમાં લોકોએ ભુકંપનાં આંચકા સાથે મોટો ધડાકો અનુભવ્યો હતો. આજે સવારે 10.57 કલાકે મોટો ધડાકો સંભળાયો હતો. ભૂકંપ અને ધડાકો આવતા લોકો ગભરાઇને બહાર નીકળી ગયા હતા. આ વિસ્તારના લોકોને સતત ભૂકંપના આંચકા આવવાની આદત છે. જોકે, આ ધડાકો એટલો મોટો હતો કે ક્યાં, શું થયું તે લોકો સમજી શક્યા ન હતા. આ ધડાકો પેટાળમાં થયો હતો કે અન્ય કોઈ જગ્યાએ તે સમજવું તેમના માટે મુશ્કેલ હતું.

અન્ય સમાચારો પણ છે...