ધરપકડ:ગાંધીધામના જ્વેલર્સમાં ચોરી કરનાર વધુ બે આરોપીને પાટણ પોલીસે પકડ્યા

ગાંધીધામ / પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીખલીકર ગેંગના બન્ને આરોપીઓએ રાજ્યમાં 15 ચોરી કર્યાની કબુલાત આપી

રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીઓ કરતી ગેંગના બે શખ્શો અને ચોરીની વસ્તુઓ ખરીદનાર વેપારી મળી ત્રણ શખ્સોને પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધા છે, જેમાં તાજેતરમાં ગાંધીધામમાં થયેલી જ્વેલર્સની દ્કાનમાં ચોરી સાથે પાટણની 10, બનાસકાંઠાની 4 અને મળી કુલ 15 ઘરફોડ ચોરીઓનો ભેદ ખુલ્યો છે. આ ચોરીઓમાં આઠ શખ્સોની સંડોવણી ખુલી છે, અગાઉ તેઓ 13 ગુનાઓમાં પકડાયેલા છે. 31મી જુલાઈના ઓસ્લો સર્કલ પાસેજ આવેલી નિકુંજ જ્વેલર્સમાં કારમાં આવેલા બુકાનીધારી 4 ધાડપાડુઓએ લગભગ આખી દુકાનને સાફ કરી નાખી હતી.

પોલીસમાં 4 લાખની સોના ચાંદીના ઘરેણા અને સામગ્રીની તસ્કરીને અંજામ અપાયાના દાખલ થયેલા ગુનામાં એકને ઝડપી પડાયો હતો. એક સાગરીત ચોરી કરેલ ચાંદીના દાગીના ઉંઝા બજા૨ ની અંદર વેંચ્યાનું માલુમ થતા તપાસમાં કમલેશભાઈ ભરતભાઈ સોની (ઉ.વ.37) (રહે. દરજી ચકલા ઉંઝા, જિલ્લો મહેસાણા) ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી ચોરી થયેલા દાગીનાઓને પીગાળીને બનાવેલી 4.600 કિલોની એક ચાંદીની પ્લેટ મળી આવી છે, પોલીસે 2,71,400 તેના અને બે મોબાઈલ ફોન ગણીને કુલ 2,81,400નો મુદામાલ જપ્ત કર્યો હતો.

હવે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીઓ કરતી શીખલીકર ગેગના સભ્યો પૈકી વડગામનો લખનસિંગ જીતસિંગ શીખ ( ચીખલીકર) તેની ગેંગના કેટલાક સભ્યો લઈ વડગામ થી છાપી સિધ્ધપુર થઈ ગામડાઓના રસ્તે થઈ પાટણ આવવા નીકળ્યા છે. જે હકીકત આધારે પાટણના પાલડી ગામ નજીક નાકાબંધી કરી વડગામના લખનસિંગ જીતસિંગશિખ અને અવતાર સિંગ જીતસિંગ શીખ ને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પીકઅપડાલુ ત્રણ બાઈક મળી કુલ રૂ.13.54 લાખ ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી .

ભૂંડ પકડવા જતા તે વખતે રેકી કરતા હતા
એસ.પી વિજયકુમાર પટેલે જણાવ્યું હતું કે આ શખ્શોભૂંડ પકડવાનો ધંધો કરે છે. તેઓ ભૂંડ પકડવા જતા હતા તે વખતે રેકી કરી લેતા હતા અને ચોરીની બાઈક લઈને ઘરફોડ ચોરીઓ કરવા જતા હતા. ચોરી કર્યા બાદ તે બાઈક બિન વારસી મૂકી દેતા હતા. તેમણે પાટણ જિલ્લામાં 10 બનાસકાંઠામાં 4 અને ગાંધીધામમાં 1 ચોરી કરી હોવાની કબુલાત કરી છે ભૂતકાળમાં આ ગેંગના શખ્શો રાજ્યના અલગ અલગ શહેરોમાં 13 ગુનાઓમાં પકડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...