કિડાણામાં ઘરના આંગણામાં પાર્ક કરેલી ત્રણ બાઇકમાં આગ લાગતાં ખાક થઇ હતી, મોડી રાત્રે બનેલી આ ઘટનામાં લેબર કોન્ટ્રાક્ટરે કારણ જાણવા નથી મળ્યું પણ નુકશાન મોટું થયું છે. કિડાણાની શિવધારા સોસાયટીમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર બ્રિજેશકુમાર ધાનુપ્રસાદ પાલે બી-ડિવિઝન પોલીસ મથકને નોંધાવેલી જાણવા જોગને ટાંકી પોલીસ સૂત્રોએ વીગતો આપી હતી કે, ગત મધરાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન તેમણે અને તેમના ભાઇ ગોવિંદભાઇએ ઘરના આંગણામાં બાઇક પાર્ક કર્યા બાદ પરવારી પરિવાર સૂઇ ગયો હતો.
મધરાત્રે 2 વાગ્યાના અરસામાં બૂમાબૂમ સંભળાતાં તેમનો પરિવાર સફાળો જાગી બહાર આવ્યો હતો અને જોયું તો તેમના આંગણામાં પાર્ક કરેલી ત્રણે બાઇકોમાં આગ લાગેલી હતી આસપાસના લોકોએ આગ ઉપર પાણી વડે કાબુ મેળવવા પ્રયાસ કર્યો પણ ત્રણે બાઇક આગમાં સળગી ખાક થઇ હતી. આ આગ કઇ રીતે લાગી તે જાણી શકાયું નથી પણ આ ઘટનાથી નુકશાન મોટું થયું હોવાનું તેમણે જાણવા જોગમાં નોંધાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.