પ્રબુદ્ધ નગરજનોનો મત:શહેરમાં પેવરબ્લોકના 2 કરોડથી વધુના કામ 20થી 25% નીચે ગયા!

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગોની દુર્દશા વચ્ચે ઓછા દરે ગયેલા ટેન્ડરોમાં ગુણવતા જળવાશે કે નહી તેની ભીતી
  • સરકારની તીજોરીને લાભ, પણ મુખ્ય ઉદેશ્ય સંતોષાય તે જરૂરી હોવાનો શહેરના પ્રબુદ્ધ નગરજનોનો મત

ગાંધીધામ આદિપુરમાં પેવર બ્લોકના મંજુર કરાયેલા કાર્યો 20 થી 25% સુધી નીચા ગયા છે. સરકારની નીતિરીતી અનુસાર એક રીતે ઓછો ખર્ચ થતા તે આવકારદાયક છે, પરંતુ તે પુર્ણસ્તરમાં પણ મંજુર કરાય છે, ત્યારે પણ જ્યારે ગુણવતાને લઈને સંતુષ્ટી ન પ્રાપ્ત થતી હોવાની રાવ છે ત્યારે આટલા નીચે ટેન્ડરો ગયા બાદ અને આસપડોસની ‘અન્ય વ્યવસ્થાઓ’ સચવાયા બાદ પણ આટલા ઓછા દરે આ કાર્યો કેમ સંભવ બનશે અને થશે તો તેની ગુણવતા કેવી રહેશે તેની લઈ પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.

ગત 1લી ઓગસ્ટના ગાંધીધામ નગરપાલિકાની કારોબારી સમિતીની મળેલી બેઠકમાં વિવિધ એજન્ડાઓ રજુ કરીને તેને લીલીઝંડી અપાઈ હતી, જેને હવે સભામાં પણ લેવશે. ત્યારે તેમાં સમાવિષ્ટ બે કરોડથી વધુના પેવર બ્લોકના કાર્યોના ટેન્ડર નિર્ધારીત કરતા પણ ભારે ઓછા દરે ટેન્ડર ભરાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુડીપી) અંતર્ગત વોર્ડ 5માં 24 લાખના ઓનલાઈન ટેન્ડર મંગાવતા તે 19.07% નીચુ એટલે કે મહાકાલ કટ્રક્શનનું 19.45 લાખનું રજુ થયું હતું, તો આવીજ રીતે વોર્ડ 12માં સેક્ટર 5માં સી.સી. પેવર બ્લોકનું 37.29 લાખનું ટેન્ડર જય સોમનાથ કંટ્રક્શન દ્વારા 19% નીચુ એટલે કે 31 લાખનું, રોટરી નગરમાં સી.સી. પેવર બ્લોકનું 10.95 લાખનું ટેન્ડર 20% ઓછુ મહાકાલ કંટ્રક્શનનું 8.75 લાખનું, સપનાનગરમાં આજ કાર્યનું 41.38 લાખનું ટેન્ડર રવેચી કંટ્રક્શનનું 25% ઓછુ 31.03 લાખ, આહીર વાસ, ભરવાડ વાસ, મહેશ્વરી નગરમાં આજ કાર્યનું 48.65 લાખનું ટેન્ડર સોમનાથ કંટ્રક્શનનું 21% ઓછુ 38.44 લાખ, ડીબઝેડ- 400 ક્વાટરમાં 25 લાખનું કાર્ય 19% નીચુ જય સોમનાથ કંટ્રક્શનને 20.32 લાખ, ખોડીયારનગરમાં ગલીઓમાં પેવર બ્લોકનું 48.95 લાખનું કામ 21% નીચુ જય સોમનાથ કંટ્રક્શનને 38.67 લાખ, આદિપુરના વોર્ડ 1માં 36.93 લાખનું કાર્ય 19% નીચે 29.91 લાખ, જનતા કોલોનીમાં 40.26 લાખનું કાર્ય 21% નીચુ જય સોમનાથ કંટ્રક્શનને, 9બીમાં જય સોમનાથ કંટ્રક્શનને 46.10 લાખનું કાર્ય 21% નીચુ 36.42 લાખને મંજુરી માટે રજુ કરાયા હતા.

શહેરના સંલગ્ન તજજ્ઞોની સ્વતંત્ર બોડીને ક્વોલીટી ચેકિંગ માટે અપાય કામ
કેટલાક વર્ષો અગાઉ શહેરની મુખ્ય સંસ્થા દ્વારાઓ દ્વારા એંજિનીયર ક્ષેત્રના અનુભવીઓની એક ટીમ બનાવીને જે નગરપાલિકા દ્વારા કામ કરાય છે તેની ગુણવતા તપાસ માટે કામ કે સ્વતંત્રતા આપવાની વાત કરી હતી, પરંતુ તેને યોગ્ય પ્રતિસાદ સાંપડાવા પામ્યો નહતો. પાલિકાની વર્તમાન થર્ડ પાર્ટી ઈન્પેક્શન સીસ્ટમની વિશ્વનીયતા હલબલી ચુકી છે ત્યારે આ પ્રકારની સ્વતંત્ર બોડીને આ કાર્ય સોંપાય તો ફરી નાગરિકોમાં વિશ્વાસ સંપાદન થઈ શકે તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...