ગાંધીધામના મારવાડી યુવા મંચ, ઘેવરચંદ નાહટા ફાઉન્ડેશન, મતિયાદેવ સેવા ટ્રસ્ટ અને આદર્શ યુવા મંડળ દ્વારા ગાંધીધામના ગણેશનગર, સેક્ટર-6 સ્થિત પંચાયતી પ્રાથમિક શાળા ખાતે વિના મુલ્યે 14માં જનરલ સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવશે.
તારીખ 05/03/2013 રવિવારના સવારે 9થી 12 વાગ્યા સુધી સર્વોદય ટ્રસ્ટ હોસ્પીટલ ભચાઉ અને વાગડ કલા કેન્દ્ર મુંબઇના સહયોગથી એપેન્ડીસ સારણગાંઠ, વધરાવળ, હરસ-મસા, છાતીની ગાંઠ તથા રસોડીના દર્દીઓની તપાસ, સારવાર, દવા અને ઓપરેશનનું આયોજન આવતી કાલે રવિવારના વિના મુલ્યે કરવામાં આવશે.
દર્દીઓની તપાસણી પછી જે દર્દીઓને ઓપરેશનની જરૂર હશે તેઓના ઓપરેશન વાગડ સર્વોદય સંચાલીત વાગડ વેલફેર સોસાયટી હોસ્પિટલ ભચાઉ મધ્યે કરવામાં આવશે. ઓપરેશન યોગ્ય દર્દીઓને તા. 05/03/2023 પછી દાખલ કરવામાં આવશે. ઓપરેશન માટેના દર્દીઓને ભચાઉ હોસ્પિટલ મોકલવાની વ્યવસ્થા ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. ઓપરેશનના યોગ્ય દર્દીઓને હોસ્પિટલમાં દાખલ ફી માત્ર રૂ. 100 ભરવાના રહેશે. દર્દી સાથે એકજ બરદાસીને આવવાનું રહેશે. દર્દીને સારવારને લગતા રીપોર્ટ સાથે લાવવાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.