પૂર્વ કચ્છના પોલીસવડા તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત 14 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરાઇ છે. પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડીયાએ આજે કરેલા આંતરિક બદલીના આદેશમાં રાપર પોલીસ મથકના પીઆઇ એમ.એન.રાણાને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો હવાલો અપાયો છે, તો રાપર પોલીસ મથકનો ચાર્જ પીઆઇ વી.કે.ગઢવીને સોંપાયો હતો. બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ કે.પી.સાગઠીયાને કંડલા એરપોર્ટ મુકાયા છે, તો તેમની જગ્યાઅે સાયબર ક્રાઇમના પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયાને નિયુક્ત કરાયા છે.
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એચ.કે.હુંબલને મહિલા પોલીસ મથકનો હવાલો સોંપાયો છે તો તેમની જગ્યાએ એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટ (એએચટીયુ) ના પીઆઇ એ.બી.પટેલને એ-ડિવિઝન પોલીસ મથકનો ચાર્જ સોંપાયો છે. સીપીઆઇ અંજાર તરીકે ફરજ બજાવતા એસ.એન.કરંગીયાને ભચાઉ પોલીસ મથક મુકાયા છે, તો ભચાઉ પોલીસ મથકના પીઆઇ આર.આર.વસાવાને લાકડીયાનો ચાર્જ સોંપાયો હતો.મહિલા ગુના નિવારણ યુનિટના પીઆઇ એ.જી.સોલંકીને સાયબર ક્રાઇમનો હવાલો સોંપાયો છે.
લાકડિયા પોલીસ મથકના પીઆઇ એમ.એન.દવેને એલઆઇબી ખાતે મુકાયા છે. કંડલા મરિન પોલીસ મથકના પીઆઇ સી.ટી.દેસાઇને અંજાર સીપીઆઇ તરીકે મુકાયા છે તો કંડલા મરિન પોલીસનો ચાર્જ કંડલા એરપોર્ટ પર ફરજ બજાવતા એમ.એમ.જાડેજાને સોંપાયો હતો. લીવ રિઝર્વમાંથી પીઆઇ એન.એમ.ચુડાસમાને મહિલા ગુના નિવારણ યુનિટમાં , તો એસ.ડી.સિસોદિયાને એએચટીયુમાં મુકાયા છે. એસઓજીના પીઆઇ એસ.એસ.દેસાઇને એલસીબીના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવાનો આદેશ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.