ગાંધીધામ ક્રાઇમ ન્યૂઝ:આદિપુરના જનતા પેટ્રોલ પંપ પાસેથી બસની થયેલી ચોરીમાં સંડોવાયેલ એક પકડાયો; સુરજબારી ટોલ પ્લાઝા પાસેથી કુખ્યાત બુટલેગરો ઝડપાયા

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદિપુરના જનતા પેટ્રોલપંપ પાસે પાર્ક કરેલી કંપનીમાં ચાલતી રૂ. 11 લાખની કિંમતની સ્ટાફ બસને ચોરી જનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ આદિપુર પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પીએસઆઈ બી.વી.ચુડાસમાને બાતમી મળેલ કે, વશરામ કોલીએ આદિપુરમાંથી બાલાજી કંપનીની બસની ચોરી કરી રામદેવપીર મંદિર સામે પડાણા ખાતે વિજયભાઈ દેવીપુજકનાં વાડામાં બસ રાખેલ છે. જે બાતમીનાં આધારે પોલીસે વિજય દેવીપુજકને પકડી પાડી ચોરીમાં ગયેલ બસ તથા 40 લીટર ડીઝલ રિકવર કર્યો હતો. તો વશરામને પકડવા ચક્રો ગતિમાન કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડતા જાણીતા બુટલેગરો વિનોદ સીંધી, ધીરેન કારીયા તથા શિવરાજસિંહ શેખાવતની ટોળકી દ્વારા વિદેશી દારૂ સપ્લાય કરવાની પ્રવૃતિનો એલસીબીએ પર્દાફાશ કરી સુરજબારી ટોલ પ્લાઝા પાસેથી ઠંડાપીણાની આડમાં બોલેરો ગાડીમાં લઈ જતા દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીનાં આધારે મોરબી-સામખીયાળી હાઈવે, સુરજબારી ટોલ પ્લાઝા પાસે વોચમાં હતા. તે દરમિયાન માળીયા તરફથી બોલેરો પીકઅપ ડાલુ વાહન સામખીયાળી તરફ આવતુ હતું. જે વાહનને ઉભું રખાવતા ઠંડાપીણાની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂા.4,48,320ની કિંમતનો અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ 996, રૂા.76,800ની કિંમતનાં બીયર ટીન નંગ 768 સાથે ડાયા પીરાણી, શિવરાજસિંહ શેખાવત, બાલુભાઈ પરબત કોડીયાતર અને મહેશ ઉર્ફે લેમન ઝરૂને પકડી પાડી તેમની પાસેથી મોબાઈલ ફોન નંગ 9, રોકડા રૂપિયા 46 હજાર, બોલેરો ગાડી, વર્ના કાર સહિત કુલ 17,95,120નો મુદ્દામાલ કબ્જે કરી સામખીયાળી પોલીસ મથકે સોંપાયો હતો. તો વિનોદ મુરલીધર ઉદવાની ઉર્ફે વિનોદ સીંધી, આનંદપાલસિંહ ઉર્ફે ડીકશા દેવડા, લક્ષ્મણરામ વિરમાજી દેવાશી(રબારી), ધિરેન કારીયાને વોન્ટેડ જાહેર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...