સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો:ગાંધીધામના પડાણામાંથી દારૂ ભરેલા ટ્રક સાથે એકની અટકાયત, રૂ.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીધામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજયની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ભચાઉના અશોકસિંહ જાડેજા (ઉર્ફે. મામા) અશોકમામાના નામથી ઓળખાતા શખ્સનો રૂપિયા 8 લાખ 11 હજારનો વિદેશી દારૂ ગાંધીધામના પડાણામાંથી પકડી પડ્યો હતો. ​​​​​​​

હોટેલ પાર્કિંગ કમ્પાઉન્ડમાં SMC​​​​​​​એ દરોડો પડયો
​​​​​​​
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બતમી મળી હતી કે ટેન્કરની અંદર ઘુસાડીને લાવી રહ્યો છે. મળેલ પૂર્વ બાતમીના ​​​​​​​આધારે ગાંધીધામ તાલુકાના પડાણા ગામ નજીક આવેલા રામદેવપીર હોટેલ પાર્કિંગ કમ્પાઉન્ડમાં SMC​​​​​​​એ દરોડો પડયો હતો. ભચાઉના અશોકમામાનો રૂપિયા 8 લાખ 11 હજારની વિદેશી દારૂ સહિત કુલ 20 લાખ 23 હજારના મુદ્દામાલ સાથે ડ્રાઈવર માંગીલાલ હીરારામ ઝાકરને પકડી પડ્યો હતો. SMCએ ભચાઉના અશોકમામા વિરુદ્ધ પ્રોહીબીસનનો ગુનો નોંધી વધુ તપાસ બી-ડિવિઝન પોલીસ મથકે સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...