યોગ શિબિર:સ્વાસ્થ્ય જાળવી રાખવા રોજ દોઢ કલાક યોગ કરવા જોઇએ

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિ:શુલ્ક યોજાયેલી મેગા યોગ શિબિરમાં 481 સાધકોએ ભાગ લીધો

પતંજલિ યોગ સમિતિ – કચ્છ અને મૈત્રી મંડળ દ્વારા વિનામૂલ્ય યોગ શિબિર યોજાઈ હતી, જેમાં 481 યોગ સાધકોએ ભાગ લીધો હતો. પતંજલિ યોગપીઠ હરિદ્વાર સ્વામી રામદેવજીના ખાસ શિષ્ય શિબિરમાં ભાવનગરના યોગ આચાર્ય વિનોદભાઈ શર્માએ સંચાલન કર્યું હતું.

શિબિરમાં સૂર્યનમસ્કાર, યોગિંગ જોગીંગ,વજન ઘટાડવાના આસનો, ડાયાબીટીસ કંટ્રોલ કરવાના આસનો, મન શાંત રાખવાના પ્રાણાયામ, ધ્યાન તેમજ શરીર સંતુલન રાખવાની શીખ આપવામાં આવી હતી. આયુર્વેદની જાણકારી, અક્યુપ્રેશરનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. ગુજરાત યોગ બોર્ડના સૌરાષ્ટ્ર-કચ્છના કોડીનેટર અનિલભાઈ ત્રિવેદીએ યોગ સબંધિત માહિતી આપી હતી. પતંજલિ યોગ સમિતિ –કચ્છના જીલ્લા પ્રભારી ભરતભાઈ રૂપારેલ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું કે આપણે રોજ સવારે યોગ વર્ગમાં જઈને યોગનો દોઢ કલાકનો સત્ર કરવો જોઈએ જેથી આપનો સ્વસ્થ્ય જળવાઈ રહે.

ઓસ્લો યોગ ક્લાસના નરેન્દ્રભાઈ ચૌધરીએ (જી.એસ.ટી. કમિશ્નર) યોગને ઘર ઘર લઇ જવા બધાને અનુરોધ કર્યો હતો. ગુજરાત રાજય યોગ બોર્ડના યોગ કોચ જનારાધાન ભાઉ, ભુપેન્દ્રભાઈ સોઢા, યોગ ટ્રેનર જયાબેન થાવાની, નયનાબેન ઝાલા, લક્ષ્મણભાઈ ચેતનાની, ચંદુભાઈ સોની, સમિતિના સંગઠન પ્રભારી સંજયભાઈ બજાજ, મહિલા પ્રભારી ગીતાબેન ઠક્કર, ગાંધીધામ મહિલા પ્રભારી જીજ્ઞાબેન ભાનુશાલી, દેવેન્દ્રભાઈ સોમેશ્વર, ભારતીબેન અમ્બવાની, ચંદ્રિકા ઠક્કર, દીપકભાઈ પંડિત વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...