શુક્રવારના સવારથી કચ્છના 5 શહેરના 32 સ્થળો પર આવકવેરા વિભાગે આદરેલી તપાસનો દોર ત્રીજા દિવસે પણ અવિરત ચાલુ રહ્યો હતો. દરમ્યાન ખાવડા ગૃપ સાથે ભુજમાં અગ્રણીને ત્યાં પણ તપાસનો દોર ચાલતો હોવાનું બહાર આવ્યું હતું. અત્યાર સુધી 15 કરોડ જેટલી રોકડ રકમ, દસ્તાવેજો અને બેંક લોકરો સીઝ કરી દેવાયા છે. ગાંધીધામમાં ફાયનાન્સ સાથે જોડાયેલા ખાવડા સમુહ સહિત ભુજ, રાપર, માંડવી, અંજારમાં પડેલા ઈન્કમટેક્સના દરોડાઓ સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યા હતા. આ કાર્યવાહીમાં ભુજ અને મુંદ્રામાં લેન્ડ ડેવલોપર અને ટ્રાન્સર્પોટ સાથે જોડાયેલા તેમજ સામાજિક અગ્રણી ગોપાલ ગોરસીયાનો પણ સમાવેશ થતો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
કચ્છભરમાં 32 આવકવેરા વિભાગની ટિમો હાથ ધરેલા આ સર્ચ ઓપરેશનનો દાયરો બિજા દિવસે વધીને 37 થયો હતો. જે ધીમે ધીમે કામ સંકેલાતા ઘટીને 30 આસપાસ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આ માહિતીના આધારે ભુતકાળની જેમ અન્ય કેંદ્ર સ્તરની એજન્સીઓ પણ તપાસમાં ઝુકાવે તેવી સંભાવના અને ઉઠતા ક્યાસથી કરચોરોમાં ફફડાટ વ્યાપવા પામ્યો છે.
ખાવડા ગ્રૂપના રોકડ વ્યવહારોની તપાસ શરૂ, હવાલા કૌભાંડની આશંકા
રવિવારે ખાવડા ગ્રૂપના મોબાઇલ, લેપટોપ, ક્લાઉડ, કમ્પ્યુટર અને પેન ડ્રાઇવમાંથી ડિજિટલ ડેટાની મિરર ઇમેજ લેવામાં આવી રહી છે, જેમાં હવાલા કૌભાંડ થયું હોવાની શંકા અધિકારીઓને સેવી રહી છે. ખાવડા ગ્રૂપ રિઅલ એસ્ટેટ, ફાઇનાન્સ, હોટેલ ઇન્ડસ્ટ્રી, મીઠાઈના વ્યવસાય સાથે સંકળાયેલું છે. આ ગ્રૂપના રિઅલ એસ્ટેટના વ્યવહારોમાં રોકડ રકમમાં થતા હોવાનું તથા હવાલા માટે થયા હોવાનું ઇન્કમટેક્સ વિભાગના ધ્યાને આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.