મકર સંક્રાત એટલે કે ઉતરાયણના આજના પર્વ ની પુર્વ સંધ્યાએ શહેરભરમાં ઉભા થયેલા હંગામી સ્ટોલ અને કાયમી દુકાનોમાંથી પણ પતંગ, દોરાઓથી ધુમ ખરીદી જોવા મળી હતી. કોરોના કાળમાં ત્રણેય વર્ષ ભયના ઓથારમાં રહ્યા બાદ આ વર્ષે પરિસ્થિતિ સામાન્ય હોતા યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. આ સિવાય વિવિધ અવાજ કરતી સામગ્રી, ફેસકવર, ચીકી અને મમરાના લાડુઓનો ઉપાડ પણ જોવા મળ્યો હતો. આજે ઉતરાયણના પર્વ નિમીતે વહેલી સવારથી બાળકો, યુવાઓ સાથે પરિવારોનો પર્વનનો આનંદ માણવા સજ્જ થતા જોવા મળ્યા હતા.
45 હંગામી સ્ટોલ્સ પાસેથી પાલિકાએ 38 હજાર વસુલ્યા
ગાંધીધામ નગરપાલિકાએ ગાંધીધામ શહેરમાં 32 જેટલા સ્ટોલ્સ પાસેથી 26,500 તો આદિપુરમાં 12 જેટલા સ્ટોલ પાસેથી 11 હજારથીની વસુલાત કરી હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.
સ્ટર્લીંગ હોસ્પિટલે ગળાના સેફ્ટી બેલ્ટનું વિતરણ કર્યું.
સ્ટર્લીંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટીહોસ્પિટલ તથા રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા પતંગની દોરીથી દ્વિચક્રીય વાહન ચાલકોના ગળામાં કટ વાગવાથી વાહન ચાલકોને ભારે જાન લેવા હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને ક્યારેક તો જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોવાથી સ્ટર્લીંગ હોસ્પિટલ તરફથી શહેરના રોટરી સર્કલ ખાતે દ્વિચક્રીય વાહન ચાલકોના ગળામાં સેફટી બેલ્ટ બાંધી સર્વ ને મકરસંક્રાંતિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અભિયાનમાં હોસ્પિટલના યુનિટ હેડ રાજ કડેચા, ડોક્ટરો, સ્ટાફ તથા ટ્રસ્ટી રમેશભાઈ બસંલ, દેવેનભાઈ બસંલ, નંદુભાઈ ગોયલ હાજર, સીટી ટ્રાફિક પોલીસ પી.એસ.આઇ વી.પી આહિર સાહેબ એ.એસ.આઇ., હેમરાજભાઈ તથા પોલીસ કોસ્ટેબલ હાજર રહી પૂરેપૂરો સહયોગ આપ્યો હતો.
લોહરીના પર્વની ઉત્સાહ પુર્વક ઉજવણી, વૃદ્ધોનું સન્માન કરાયું
સૂર્ય કે અગ્નિ ભગવાનની કૃપાથી પાક સારો થાય અને કોઈ મુશ્કેલી ન થાય તે અને પરિવારના નવા સભ્યને આવકારવાના ઉદેશ્યથી થતી લોહરીની ગાંધીધામમાં પંજાબી સભા દ્વારા ઉત્સાહપુર્વક ઉજવણી કરાઈ હતી.
જેમાં ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ, ટિમ્બર એસો. પ્રમુખ નવનીતભાઈ ગજ્જર, ગુરુનાનક સભા પ્રમુખ તરજીત સિંહ, સભા પ્રમુખ વીમલ ગુજરાલ, સચિવ સંજય ગાંધી સહિત બહોળી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 80 વર્ષથી ઉપરના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતુ તો ધો. 10 અને 12 માં 80% થી વધુ માર્કસ મેળવનાર બાળકોને સંસ્થા દ્વારા પ્રશંસા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. આયોજનને સફળ બનાવવા સન્ની કોચર, બબલુ કોચર,કિરણ કોચર, ધીરજ શર્મા, ગાંધી સાથે રાજેશ ગોમ્બર અને ટ્રસ્ટી અનિલ ચોપરા, ગગન મલ્હોત્રા સહિતના દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.