મૌસમી વહીવટ:હવે 25 લાખના ખર્ચે વરસાદી નાળાઓની સફાઈ કરશે પાલિકા!

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં દર વર્ષે કરોડથી વધુ રૂપિયા માત્ર વરસાદી નાળા પાછળ ખર્ચવાનો શંકાસ્પદ ‘ઉત્સાહ’
  • ગત વર્ષોમાં કરોડોના ખર્ચે નાળાઓની ન માત્ર સફાઈ પણ મરંમત અને નવનિર્માણ પણ કરાયું હતું

ગાંધીધામ આદિપુર જોડીયા શહેરમાં ફરી એક વાર નાળા સફાઈ ઉત્સવની શરૂઆત થઈ ચુકી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે, પ્રાપ્ત માહિતી અનુસાર શરૂઆતે 25 લાખના ખર્ચે વરસાદી નાળાઓને સાફ કરાશે, તો અન્ય ખર્ચાઓથી આગેવાના વોર્ડમાં નાળા કવરીંગ સહિતનો ખર્ચ પણ કરાઈ રહ્યો છે.

મૌસમ વિભાગના અનુમાન અનુસાર આગામી માસ જુનમાં વરસાદનું આગમન થઈ જશે, શહેરના અનુભવ અનુસાર સામાન્ય વરસાદમાં પણ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળવા અને ભારતનગર, જનતા કોલોની જેવા વિસ્તાર તો રીતસરના ટાપુમાં ફેરવાઈ જવાનો અનુભવ કરતા રહ્યા છે.

ત્યારે ફરી 25 લાખના ખર્ચે સામાન્ય સભામાંથી પાસ કરેલા ઠરાવ અનુસાર નાળા સફાઈનું કામ શરૂ કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. નોંધવુ રહ્યું કે અગાઉ આ અંગે પ્રશ્નો ઉઠતા નાળાઓની સફાઈ પહેલા અને પછીની સ્થિતિ અંગે વીડીયો રેકોર્ડીંગ કરવાની બાબત પણ ઉઠી હતી. નોંધવુ રહ્યુ કે આ માત્ર નાળાઓની સફાઈનો ખર્ચ છે, તેના કવરીંગ, મરંમત સહિતનાનો સમન્વય કરવામાં આવે તો અંદાજે કરોડથી વધુનો આંકડો થઈ જતો હોવાનો અંદાજ તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે.

નાળા સાફ થાય કે ન થાય, પરંતુ નગરપાલિકાની તિજોરી જરૂર સાફ થાય છેઃ વિપક્ષ નેતા
ગાંધીધામ નગરપાલિકાના વિપક્ષના નેતા સમીપ જોશીએ જણાવ્યું કે દર વર્ષે આવતા આ વરસાદી નાળાના સફાઈ કાર્યક્રમમાં લાખો નહિ પરંતુ કરોડોનો ખર્ચ કરાય છે. આટલા વર્ષોથી દર વર્ષે થતા આ જંગી ખર્ચના અંતે પણ દર વર્ષે નજીવા વરસાદમાં પાણી ભરાઈ જવાના અને એક રીતે શહેર ટાપુમા ફેરવાઈ જવાના સીલસીલામાં કોઇ ફર્ક આવ્યો નથી, ત્યારે આ આંધણથી નાળાઓ સાફ થાય કે ન થાય પણ પાલિકાની તિજોરીના નાળાઓ જરૂર સાફ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...