તંત્રની કવાયત:હવે ઘરે ઘરે જઈ કરાશે વેરા વસુલાત, 5 ટીમ બનાવાઈ

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ પાલિકાની તળિયા જાટક તિજોરી ભરવા તંત્રની કવાયત : સીઓએ બેઠક લીધી
  • રુટીન કામ ચલાવવા જેટલુ પણ ભંડોળ ન રહ્યું, સૌથી વધુ બાકી તેના લીસ્ટ અપાયા, દરરોજ 5 લાખની વસુલાત માટે લક્ષ્યાંક

ગાંધીધામ નગરપાલિકાએ તિજોરીને તળીયા જાટક થતી જોઇ હવે ‘ઓપરેશન રિકવરી’ નો આરંભ કરી દીધો છે. ચીફ ઓફિસરે ટેક્સ વિભાગની બોલાવેલી બેઠકમાં પાલિકાની મારી હાલતને બેઠી કરવાનો તખ્તો ઘડી 5 ટીમ બનાવી હતી. જે આજથી સંકુલમાં અલગ અલગ સ્થળોએ જઈને વેરા વસુલાત કરશે. પાલિકા આ કવાયતથી દૈનિક 5 લાખની આવક કરવાનો લક્ષ્યાંક સેવી રહી છે.

ગાંધીધામ નગરપાલિકામાં ચાલુ વર્ષના ઉપલબ્ધ 56 હજાર જેટલી પ્રોપટીના વેરા વસુલાત પેઠે 45 લાખ જેટલુ માંગણાની અપેક્ષા છે, પરંતુ દર વર્ષેની જેમ આ વર્ષે પણ ચાલતી લેટ લતીફી અનુસાર દિવ્ય ભાસ્કરે નગરજનો સમક્ષ રાખેલા અહેવાલ અનુસાર હજી માત્ર 10 હજાર જેટલા બીલજ જે તે મિલકતો સુધી સ્ટાફના અભાવે પહોંચાડી શક્યા હતા.

હવે બીલ ન પહોંચવાના કારણે ન થયેલી આવકને રીકવર કરવા પાલિકાએ નવી રણનીતી અખત્યાર કરીને કર વિભાગની બેઠક બોલાવી હતી. જેમાં બે બે લોકોની 5 ટીમ બનાવીને ત્રણ ટીમને ગાંધીધામ અને બે ટીમને આદિપુરમાં વેરા વસુલાત કરવાની કામગીરી સોંપવામાં આવી છે. દરેક ટીમને જે તે વિસ્તારનું સર્વાધિક કર બાકી છે તેનું લીસ્ટ પણ પકડાવાયું હતું, અને દરરોજ ઓછામાં ઓછી 5 લાખની વસુલાત પાલિકામાં થાય તેવો ટાર્ગેટ સેટ કરાયો છે.

હવે આ સંઘ કેટલો કાશીએ પહોંચે છે તેજોવું રહ્યું, પરંતુ પાલિકાની આર્થિક સ્થિતિ જોતા સંકુલમાં સ્વચ્છતા જળવાઈ રહે અને અન્ય કાર્યો પણ ચાલતા રહે તે માટે જરૂરી ઉઘરાણી સત્વરે થાય તે અત્યંત જરૂરી હોવાનો સુર પ્રબુદ્ધ વર્ગમાં ઉઠવા પામ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર હાલમાં પાલિકાની એવી હાલત છે કે તેની પાસે પાલિકા ચલાવવાના રુટીન ખર્ચા પણ કાઢવા એક વાર તીજોરીમાં નજર કરી લેવી પડે તેમ છે. ચાલુ વર્ષે અંદાજે 10 કરોડ જેટલી વસુલાત પાલિઆની તીજોરીમાં થઈ હતી, જેને અલગ અલગ ખર્ચાઓમાં ઉપયોગ કરાયો હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...