C-GST:C-GSTમાં નવેમ્બરની આવક 200 કરોડને પાર ગઇ

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2946 પેઢીઓએ રીટન્સ ફાઈલ કર્યા, સરકારી તિજોરીમાં વધતી આવક
  • 22/11 સુધી ગયા વર્ષે 1520ની સામે આ વર્ષે 1610.18 કરોડ આવ્યા

સેન્ટ્રલ જીએસટીની સ્થાપના બાદ છેલ્લા આઠ વર્ષથી સતત આવકમાં નોંધપાત્ર કુદકો દર વર્ષે જોવા મળે છે. તો આ વર્ષે તેના કિર્તીમાનોને નવી ઉંચાઈઓ આપતા સતત એવા મહિનાઓ આવી રહ્યા છે, કે જે એકજ મહિનામાં 200 કરોડથી વધુની આવક નોંધાઈ હોય, આવોજ એક મહિનો નવેમ્બર પુર્ણ થયા પહેલાજ બની ગયો છે.

સેન્ટ્રલ જીએસટીના કમિશનર પી. આનંદ કુમારે જણાવ્યું કે 22 નવેમ્બર’22 સુધીમાં માત્ર આ એકજ મહિનાની આવક 201 કરોડા થઈ હતી.જે ગત વર્ષે આજ મહિનામાં થયેલી આવક 171.96 કરોડની આવકની સરખામણીમાં 16.87 કરોડનો ગ્રોથ દર્શાવે છે.

નાણાકીય વર્ષે 1લી એપ્રીલ’22 થી 22/11 સુધીના ગ્રોથ રેટ 5.9% છે, જે ગત વર્ષની સરખામણીએ સરકારી તિજોરીમાં અતીરીક્ત 90.41 કરોડની આવક દર્શાવે છે. જો બન્ને સરખા સમયગાળાની સરખામણી કરાય તો કચ્છ સીજીએસટી આયુક્ત દ્વારા ગત વર્ષે હાલ સુધીમાં 1519.71 કરોડ ક્લેક્ટ કર્યા હતા, જેની સામે ચાલુ વર્ષે આજ સમયગાળા સુધીમાં વિભાગે 1610.18 કરોડનું ક્લેક્શન કર્યું છે.

સ્થાપનાના 94 મહિનાઓમાં માત્ર 10 વાર માસિક આવકનો 200કરોડથી ઉપર આંકડો ટપ્યો
કચ્છ સેન્ટ્રલ જીએસટી આયુક્તની સ્થાપના થયાને 94 મહિના થયા, જેમાં માત્ર 10 મહિનાજ એવા રહ્યા કે, જેમાં માસીક 200કરોડથી વધુની આવક નોંધાઈ હતી. આ વર્ષે નવેમ્બર એવો મહિનો હતો કે જે મહિનો પુર્ણ હાય તે પહેલાજ બહુ જલદી આ વિક્રમ અંકિત કરાયો હતો. આ સાથે વિભાગે જેમણે ટેક્સ ભરપાઈ બાકી હોય તેને તે કરી આપવા અપીલ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...