લાગણી દુભાયાની રાવ:રાજવી ફાટક પાસે બનેલી 8 પાકી નોનવેજ દુકાનના દબાણને નોટિસ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીની લાઈન પર બનેલા બાંધકામને 8 દિવસમાં દૂર કરવા જણાવાયું
  • આજુબાજુ ધાર્મિક આસ્થાના કેન્દ્ર હોવાથી લાગણી દુભાતી હોવાની ઉઠી હતી રાવ

ગાંધીધામમાં રાજવી ફાટકથી ગોપાલપુરી જતા માર્ગે જીઆઈડીસી વિસ્તારની સામે બનેલા દબાણોને દુર કરવા માટે નગરપાલિકા દ્વારા નોટિસ અપાઈ હતી. ગાંધીધામ નગરપાલિકા દ્વારા પાણીની લાઈન ઉપર બનેલી પાકા બાંધકામ ધરાવતી 8 દુકાનોને 8 દિવસમાં દબાણને તોડી પાડવા નોટિસ અપાઈ હતી.

સુત્રોએ જણાવ્યું કે આ દબાણ લાઈન પર તો છે, તેમજ અહી ધાર્મીક આસ્થાનું સ્થાન પણ હોવાથી તેમની લાગણી દુભાતી હોવાની અનેક રજુઆતો પણ આવતી રહે છે. નોંધવુ રહ્યુ કે અગાઉ પણ આ પ્રકારની નોટિસ બજવણી થતી રહી છે ત્યારે દબાણ સામે કાર્યવાહી કેટલી ઝડપી થાય છે તે પણ જોવુ રહ્યું. અગાઉ શહેરના પ્રવેશદ્વાર તેમજ સપનાનગર પાસે પણ દબાણકારોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી.

400 ક્વાટરમાં કોર્ટે સ્ટે ન આપતા કેબીન હટાવવા કાર્યવાહી હાથ ધરાઇ
શહેરના મધ્યે 400 ક્વાટર વિસ્તારમાં કેબીનને હટાવવા પાલિકાએ નોટિસ આપ્યા બાદ ધારકે કોર્ટમાં ધા નાખી હતી. પરંતુ સ્ટે ન અપાતા પાલિકા દ્વારા કેબીનને દુર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી, જે અંતર્ગત વીજ ક્નેક્શન કાપીને ખાલી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...