સીસીટીવી ધોળા હાથી સમાન:નગરપાલિકાના વાહનના વાડા પર કોઇ નજર નહિ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડામાંથી દારુની બોટલો જપ્ત કર્યાની ઘટના બાદ પણ તંત્રની ‌ઉંઘ ઉડી નહીં
  • કેમેરાની બાબત ધ્યાનમાં, જરૂરી પગલા ભરાઈ રહ્યા છે. સ્ટાફને પણ સજગ કરાયોઃ પ્રશાસન

ગાંધીધામની નગરપાલિકાની સામેજ આવેલા વાહન રાખવાના વાડા પર લાગેલા સીસીટીવી કેમારા લાંબા સમયથી બંધ હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોએ જણાવ્યું કે અગાઉ પણ ગેરરીતીઓ અંગે ઉઠતા પ્રયાસોથી કેમેરાઓનો સહારો લેવાનો પ્રયાસ કરાયો હતો. નોંધવુ રહ્યુ કે બે દિવસ પહેલાજ વાડા પાસેથી દારુની બોટલો મળ્યાની ઘટના બની હતી.

ગાંધીધામ નગરપાલિકાના વાહનો રાખવાના વાડામાં દારુની બોટલો સાથે ઉભેલો એક શખ્સને પોલીસે પકડી પાડ્યાના બે દિવસ બાદ સુધરાઈ કચેરીની સામેજ આવેલા આ કેમ્પસ પર પાલિકાની વોચ કેવી છે તેની તપાસ કરતા બહાર આવ્યુ કે અહી આવેલા સીસીટીવી કેમેરાઓ બંધ હાલતમાં છે. આ અંગે ચીફ ઓફિસરનો સંપર્ક સાધતા તેમણે કેમેરા હાલ બંધ હોવાનું જણાવીને તે માટે જરૂરી કામગીરી શરૂ કરાઈ હોવાનું અને દારુની ઘટનાની જાણ થતા સ્ટાફને પણ સાબદા કરાયા હોવાનું જણાવ્યું હતું.

અગાઉ ચેરમેન રાખતા હતા સીધી નજર
અગાઉ વાડામાં ગેરરીતિઓ અંગે સુર ઉભા થતા તત્કાલિન કારોબારી ચેરમેને સીસીટીવીથી સીધી નજર રાખવાની શરૂઆત કરી હતી. ત્યારે પણ કેમેરાઓની દિશા બદલાવવા જેવા પ્રયાસો કરાયા હોવાની ચર્ચા ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...