બેઠક:હવે લીઝ ડીડ નહીં, એનઓસી થકી ફ્રી હોલ્ડ પ્રક્રિયા આગળ વધશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલા 6-8 મહિના લાગતા , હવે 90 દિવસમાં કામ સમેટાશે
  • પ્રશ્નોના નિરાકરણ માટે ચેમ્બર અને ડીપીએની બેઠક યોજાઇ

દિનદયાળ પોર્ટના વહીવટી કાર્યાલય ખાતે મળેલ ખાસ બેઠકમાં ઉપસ્થિત ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડ, ગાંધીધામ ચેમ્બરની લેન્ડ પેટા સમિતિના સભ્યો સુનિલ અજબાણી અને રમેશ ગંગવાણી સાથે રહી ડીપીએના ડેપ્યુટી ચીફ એજીનિયર રવિન્દ્ર રેડ્ડી, એક્ઝીક્યુટિવ ઇજીનિયર હેમંત ભાસ્કર, ડી.એ. રાજેશ ગુપ્તા દ્વારા ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરના પ્રજાજનો માટે ફી હોલ્ડ સંબંધિત મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ અર્થે સોહાર્દપૂર્ણ વાતાવરણમાં સંયુક્ત મીટીંગ યોજવામાં આવી હતી.

આ અંગે વધુ વિગતો આપતાં ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, બ્રાઉશરની પ્રક્યિામાં જે 8-10 દિવસ લાગતા હતા તે હવે એક દિવસમાં જ પ્રક્યિા પૂર્ણ થઇ જશે તે સિવાય ફ્રિીહોલ્ડની પ્રક્યિામાં ડીપીએ ધ્વારા મોર્ગજ થયેલ પ્રોપર્ટી માટે લીઝ ડીડનો આગ્રહ રખાતો હતો જે હવે બેંક્ના એન.ઓ.સી. થકી જ ફ્રિહોલ્ડની પ્રક્યિા આગળ ધપશે. ચેમ્બર ધ્વારા જણાવેલ કે, અગાઉ સિહોલડ મેળવવા 6-8 મહિના જેટલો સમય વ્યતિત થતો હતો તે હવે વધુમાં વધુ 90 દિવસમાં પ્રક્યિા પૂર્ણ થઈ જાય તેવું આશ્વાસન મેળવાયું હતું .

એસ.ઓ.આર. અનુસાર ભાવ વધારાના અનુસંધાને શક્તિનગર તથા અપનાનગર વિસ્તારને ફ્રીહોલ્ડની પ્રક્યિામાં સમાવેશ કરી આગામી ડીપીએ-ટેમ્પની મીટીંગમાં મુદો ઉપસ્થિત કરવાની હૈયાધારણ અપાઇ હતી. ટ્રાન્સફર મોર્ગેજ પ્રક્યિામાં ડીપીએ ની વેબસાઇટ ઉપર અરજી ક્ય બાદ 15 દિવસ જેટલો સમય લાગે છે તેને ચેમ્બરે 7-10 દિવસમાં પૂર્ણ કરવા વિનંતી કરાઇ હતી. અંતમાં ગુજરાત સરકારના સીટી સર્વે વિભાગ દ્વારા ડીપીએના પ્લોટોનું સર્વે થયું છે તેના પ્રોપર્ટી કાર્ડમાં અત્યાર સુધી ડીપીએનું નામ દર્શાવવામાં આવતું હતું જેમાં હવેથી પ્લોટ માલિકનું નામ દર્શાવવામાં આવશે તે અંગે ઘટતું કરવાની ખાતરી અપાઇ હતી, તેવું ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...