તપાસ:મુન્દ્રા કેસની તપાસમાં સાણંદ GIDCના ગાેડાઉનમાંથી વધુ 5 ટન રક્તચંદન મળ્યું

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મહિના અગાઉ મુંદ્રા પોર્ટથી એક્સપોર્ટ થાય તે પહેલા 14 ટન પકડ્યું હતું
  • DRIઅે મુંબઈથી મુખ્ય સંચાલક વ્યક્તિની ધરપકડ કરતા વિગતો બહાર આવી

ડિઆરઆઈએ બે મહિના પહેલા મુંદ્રા પોર્ટથી જપ્ત કરેલા 14 ટન રક્તચંદન કેસમાં તપાસ દરમ્યાન ગત રોજ વધુ 5 ટન લાલચંદનનો પ્રતિબંધિત જથ્થો સાણંદની જીઆઈડીસીથી ઝડપી પાડ્યો છે, આવુ ત્યારે થયું જ્યારે ગત રોજ આ કેસના પરદા પાછળથી કામ કરતા મુખ્ય આરોપીને ડીઆરઆઈએ મુંબઈથી ઉપાડીને ગાંધીધામ લઈ આવીને તપાસ આદરી હતી.

ડિરેક્ટરોટ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા 26મે’22ના મુંદ્રાના એમઆઈસીટી ટર્મીનલમાં અમદાવાદ પાસેના ખોડીયાર આઈસીડીથી આવેલા એક કન્ટેનરને એક્સપોર્ટ થતું રોકાવીને તપાસ હાથ ધરી હતી. વુડનીજ આઈટમજ ડિક્લેર કરેલા આ કન્ટેનરમાંથી 14 ટન જેટલો રક્ત ચંદનનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર જપ્ત રક્તચંદનની 7 કરોડ જેટલી કિંમત થવા જાય છે.

આ કન્ટેનરનો કાર્ગો આઈસીડી ખોડીયારથી લોડ થઈને મુંદ્રા દુબઈના સારજહાં પોર્ટ એક્સપોર્ટ થવા જઈ રહ્યો હતો ત્યારે ઝડપાયો હતો. આ સંલગ્નમાં સુરત, અમદાવાદ અને બરોડામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જે પ્રકરણમાં ગત રોજ ડિઆરઆઈની ટીમે મુંબઈથી ફીરોઝ અલીયાસ સમીરખાનની ધરપકડ કરીને મુંદ્રા લઈ આવીને કોર્ટમાં રજુ કર્યો હતો, જેની સામે આ રક્તચંદનના જથ્થાને હેંડલ કરવો, ટ્રાન્સપોર્ટેશન આપવા સહિતનો આરોપો છે, કોર્ટે તેને 13મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા, પુછપરછમાં બહાર આવેલી વિગતો અનુસાર મુદ્ન્રામાં ઝડપાયેલા કન્ટેનર સીવાય પણ જથ્થો જે એક્સપોર્ટ માટે જવાનો હતો તે હજી પણ સાણંદ જીઆઈડીસીમાં પડ્યો હોવાનું બહાર આવતા ડીઆરઆઈની ટીમે ગોડાઉનમાં ધસી જઈને તપાસ કરતા 5 ટનથી વધુ રક્તચંદન ગત રોજ મળી આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...