ગાંધીધામમાં ફરી ધમધમતો કારોબાર:જે ફેક્ટરીઓના નામે બેઝઓઈલ આવે છે, તેમાંથી મહતમ તો બંધ!; મુક પ્રેક્ષક બની રહેલી એજન્સીઓ, સરકારી તીજોરીમાં ગાબડુ

ગાંધીધામ19 દિવસ પહેલાલેખક: સંદીપ દવે
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોટા ટ્રાન્સપોર્ટ ઉધોગો ફરી બેઝઓઈલના રવાડે ચડ્યા, લેબોરેટરીમાં થોડા પેરામીટર બદલો એટલે પાસ- પાસ

બેઝઓઈલનો વર્ષોથી ધુણતુ ભુત ફરી કબરમાંથી બેઠુ થઈને તાકાતવાન થઈ રહ્યું છે, જેના કારણે સરકારની તીજોરીમાં કરોડોનું ગાબડુ પડવાની ભીતી છે. પોલીસીની ભુલોનો લાભ દાણચોરોએ ચુપચાપ મોટા ઉપાડે લેવાની શરૂઆત કરી દીધી છે, તો એજન્સીઓની ચુપચાપ જોવા મળતી ભુમીકા ફરી પ્રશ્નો જન્માવી રહી છે. બેઝઓઈલ જે આયાત ઉદેશ્ય સાથે મંગાવાય છે, તેમાંથી મહતમ ફેક્ટરીઓમાં તો તાળા લાગેલા અથવા તો ઘણુ ઓછુ ઉત્પાદન હોવાનું બહાર આવી રહ્યું છે.

મહતમ જથ્થો ફ્યુલ તરીકે ઉપયોગ માટે ડાયવર્ટ થાય છે
બેઝઓઈલ એટલે ખરેખર તો ફેક્ટરીઓમાં મશીનરીમાં લુબ્રીકંટનું કામ કરતું લીક્વીડ. જેને તેજ કારાણોસર દર્શાવીને આયાત કરવામાં આવે છે, પરંતુ ખરેખર શું તે ફેક્ટરીઓમાં લુબ્રીકન્ટનો ઉપયોગ થવા માટે જઈ રહ્યું છે? આધારભુત સુત્રો અનુસાર મહતમ જથ્થો ફ્યુલ તરીકે ઉપયોગ માટે ડાયવર્ટ થઈ રહ્યો છે. ચાર વર્ષ અગાઉ જ્યારે મોટા ઉપાડે આની શરૂઆત થયેલી ત્યારે રાષ્ટ્રીય કક્ષાના રાજનેતા આ પાછળ હોવાનો દાવો પણ કરાઈ રહ્યો હતો. પરંતુ રાજ્ય સરકારે ત્યારબાદ ધોકો પછાડતા જોત જોતામાં આ સમગ્ર કારોબાર ને સંકેલવાની સ્થિતિમાં આવી ગયો હતો.

આયાત પહેલા સેમ્પલીંગને કસ્ટમની લેબોરેટરી કરવી ફરજિયાત
ધીમા પગલે અંગત ઉપયોગ માટે ફરી તેની આયાત જુની મોડસ ઓપરેન્ડી અનુસારજ અન્ય ડિક્લેરેશન સાથે થઈ રહી હોવાનું અને તેનો ભોગ નાના ટ્રાન્સપોર્ટરો અને સરકારી તીજોરી બન્ને થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. નિયમાનુસાર દરેક આયાત પહેલા સેમ્પલીંગને કસ્ટમની લેબોરેટરીની પાસ કરાવવું ફરજિયાત છે ત્યારે અગાઉ પણ જેની ભુમિકા શંકાના દાયરામાં આવી ચુકી છે તે લેબોરેટરીમાં પોલીસી લેપ્સનો ફાયદો ઉઠાવીને નાના મોટા બદલાવો અને અગાઉથી તૈયાર કરી રખાયેલા સેમ્પલો થકી વિશેષ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો હોવાની ચર્ચા પણ સબંધિત વર્તુળોમાં છે.

કોડ SN 500 અને SN 70માં ક્લીયર થયેલા કાર્ગોની તપાસ બની જરૂરી
મહતમ જે બેઝઓઈલ ક્લીયર થઈ રહ્યું છે તે SN500 અને SN70 કોડ તેમજ અન્ય કેટલીક કેટેગરીમાં થઈ રહ્યું છે. છેલ્લે પાસ થયેલા અઢળક આ પ્રકારના કન્સાઈમેન્ટોની સ્વતંત્ર તપાસ કરાય તો ઘણા અંશે દુધનુ દુધ અને પાણીનું પાણી થઈ શકે તેવી શક્યતા છે.

મુંદ્રાથી તાજેતરમાં ‘પેરાફીન’ ના 40 કન્ટેનર ‘રિલીઝ’ કરાવાયા
મુંદ્રા કસ્ટમમાં ચાલતી ગેરરીતીઓ વારે તહેવારે બહાર આવતીજ રહે છે ત્યારે સુત્રોએ જણાવ્યું કે તાજેતરમાં ‘પેરાફીન’ પ્રોડક્ટના 40 કન્ટૅનરને ‘લોબીંગ’ કરીને રીલીઝ કરાવાયા હતા. કસ્ટમ વિભાગ પોતે લકીરના ફકીર હોવાથી નિયમાનુસાર છોડવુંજ પડે તેમ કહી હાથ ખંખેરી લેતા નજરે ચડે છે, તો સામા પક્ષે આયાતકાર પેઢીઓને પણ આવીજ રીતે ખંખેરી લેવાતા હોવાની સબંધિત વર્તુળોમાં ચર્ચાઓ છેડાતી રહે છે. ત્યારે રીલીઝ થયેલા અને ‘પેરાફીન’ ના નામે થતી આયાતની સ્વતંત્રત તપાસ સમયની માંગ બની છે.

અન્ય સમાચારો પણ છે...