કૃપયા ઈંતઝાર કરે:વેકેશન પર ટ્રેનોમાં 600થી વધુ પ્રવાસી વેઈટીંગમાં

ગાંધીધામ11 દિવસ પહેલાલેખક: સંદીપ દવે
  • કૉપી લિંક
  • કૃપયા ઈંતઝાર કરે, આપ કતાર મૈ હૈ : ગાંધીધામ રેલવે સ્ટેશન પર 24 કલાકમાં રોજ 6 હજારથી વધુ લોકો કરે છે આવાગમન
  • ઉત્તરપ્રદેશ, બિહાર તરફની ટ્રેનો માટે મુસાફરોનો સૌથી વધુ ધસારો, ઉનાળુ વેકેશનના પગલે ગાંધીધામ રેલવે સ્ટેશન પર આવે છે દૈનિક સરેરાશ 7 ટ્રેન

ગાંધીધામ થી રેલવે મારફત જતા પ્રવાસીઓના ધસારામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વૃદ્ધી આવી છે. રેલવેના સતાવાર સુત્રોએ જણાવ્યું કે માત્ર યુપી બિહારને સ્પર્શતી ટ્રેનોમાંજ 600 જેટલું વેઈટીંગ જોવા મળી રહ્યું છે. ગાંધીધામ રેલવે સ્ટેશન પર સરેરાશ રોજની સાત ટ્રેનનું આવા ગમન થાય છે, જે થકી 24 કલાકના ગાળામાં 6 હજાર જેટલા મુસાફરો પોતાની યાત્રા ખેડે છે. ટીકીટ બુકીંગ માટે રેલવેના રીઝર્વેશન વિભાગમાં લાંબી કતારો જોવા મળી રહી છે.

હાલ ઉનાળાનું વેકેશન અને લગ્ન ગાળો પણ ચાલી રહ્યો હોવાથી ટ્રેનોમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગાંધીધામ રેલવે સ્ટેશનના સંદર્ભમાં ગત સપ્તાહે જોવા મળેલા ટ્રાફિકના પુથ્થકરણમાં બહાર આવ્યું કે યુપી બિહારને સ્પર્શતી ટ્રેનોમાં ખુબ વધારે ધસારો છે. આ ટ્રેનોમાં વેઈટીંગનો આંકડો 600ને પણ ક્રોસ કરી ગયો હતો. ટિકિટ લેનારાઓમાં બહાર ફરવા જવા તેમજ લગ્ન સીઝન હોવાથી પોતાના વતન જવા માંગતા પ્રવાસીઓ, શ્રમિકોની તાદાદ વધવા પામી છે.

દર વર્ષે જોવા મળતા આ ધસારાને અંકુશમાં લાવવા ટ્રેનોમાં ડબ્બા વધારવાના નિર્ણયો પણ લેવાયા છે, પરંતુ તેનાથી ખુબ આંશીક અસર થઈ છે. કામખ્યા એક્સપ્રેસ અને ગર્ભા એક્સપ્રેસ જે બન્ને રાજસ્થાન, એમપી, યુપી, બિહાર થઈને વેસ્ટ બંગાલ, આસામ સુધી પહોંચે છે. તેમાં ભારે વેઈટીંગ અને ભીડ જોવા મળી રહી છે. જે પાછળ આ તરફ જતી ખુબ ઓછી ટ્રેનો હોવાનું કારણ પણ છે, નોંધવું રહ્યું કે બન્ને ટ્રેનો સપ્તાહમાં એક વાર ચાલે છે.

મુંબઈની 5 ટ્રેનો હોવાથી સરવાળે સરળતાઃ પણ લોકોને કચ્છ એક્સપ્રેસ પસંદ છે
કચ્છ અને મુંબઈનો વ₹ર્ષો જુનો અને ગાઢ નાતો છે, જેથી દૈનિક ધોરણે અવર જવર ખુબ વધુજ રહે છે. જોવામાં આવે તો મુંબઈના પ્રવાસીઓનો સંખ્યા ખુબ વધુ છે પરંતુ હાલમાં 5 ટ્રેનો મુંબઈથી ચાલતી હોવાથી તે મેનેજ થઈ જતા હોવાનું તારણ કઢાઈ રહ્યું છે.

પરંતુ આ તમામ વચ્ચે પણ પ્રવાસીઓનો આગ્રહ અને પ્રેમ કચ્છ એક્સપ્રેસ ટ્રેન માટે વધુ છે, જે પાછળ તેનો રાત્રીના અહી થી ઉપડવું અને સવારના મુંબઈ પહોંચાડી દેવાની ટાઈમીંગ વધુ સરળ હોવાનું કારણ જવાબદાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. નોંધવું રહ્યુ કે હાલમાં દૈનિક ધોરણે 3 ટ્રેનો ચાલી રહી છે, તો અન્ય બે સ્પે. ટ્રેનો પણ કાર્યરત છે.

જુલાઈ બાદ જનરલ કોચના બંધ કોચ ફરી શરૂ થઈ જશે
કોરોના કાળના કારણે જનરલ કોચના ડબ્બાઓને બંધ કરી દેવાયા હતા અને માત્ર ટીકીટની એડવાન્સ બુકિંગના આધારેજ પ્રવાસ કરવા માટેનો નિયમ કરાયો હતો. પશ્ચીમ સિવાયના અન્ય સ્થળોએ તેમા કેટલીક રાહતો પણ અપાઈ રહી છે, જેમ કે ગાંધીધામ જોધપુર ટ્રેનમાં જોધપુરથી જનરલ કોચ લાગેલો રહે છે, પરંતુ પશ્ચીમ રેલવેમાં આ લાગુ ન થયું હોવાથી અહીથી તે નથી લાગતો. આ તમામ બંધ થયેલા જનરલ કોચના કોચ જુલાઈના અંત સુધીમાં ફરી ચાલુ કરી દેવાશે તેવું સુત્રોએ જણાવ્યું હતું. નોંધપાત્ર છે કે મજુર વર્ગ મોટા પાયે તેના પર નિર્ભર રહે છે.

અન્ય સમાચારો પણ છે...