કોવિડ 19ના નવા વેરીયેન્ટને લઈને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવા દિશા નિર્દેશ બહાર પાડીને પોર્ટની સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. કેંદ્ર સરકારના આરોગ્ય વિભાગે સોમવારેજ બહાર પાડેલી માર્ગદર્શીકા અનુસાર કોરોનાના નવા વેરીયેન્ટથી અતી સંક્રમિત એવા ચીન, સીંગાપોર, હોંગકોંગ, રીપબ્લીક ઓફ કોરીયા, થાઈલેન્ડ અને જાપાનથી આવતા દરેક કૃ સભ્યોએ અગાઉથીજ આરોગ્ય તપાસનો સામનો કરવો પડશે.
પોર્ટ પર લાંગરતા દરેક શીપમાં પીપીઈ સ્ટોક્સ રાખવામાં આવશે અને આ તમામ અંગેની યોગ્ય માહિતી શીપ સુધી પહોંચાડવાની જવાબદારી શીપીંગ એજન્ટની બની રહેશે. બોર્ડીંગ બાદ તેની વીઝીટ પર જનારા દરેક એન 95 માસ્ક પહેરે અને સર્જીકલ હેંડગ્લોવ્સ પહેરે તે સુનિશ્ચિત કરાયું છે. તો હાઈ રીસ્ક શીપ્સને આરટીપીસીઆર ટેસ્ટ બાદજ લીલીઝંડી અપાશે.
કોવેક્સિન આવી ગઈ, કોવિશિલ્ડની રાહ, સ્પુતનીક ધારકો અટવાયા
કોરોના અંગે ફરી ઉઠતી ચર્ચા વચ્ચે કોરોના વેક્સિન લેવામાં લોકોની નિરસતા જોતા છેલ્લા કેટલાક સમયથી તેનો જથ્થો એક્સપાયર થઈ ગયો હતો. હવે ફરી લોકોમાં ભયનો માહોલ ફેલાતા વેક્સિન માટે લોકો પુછત થતા સરકારે વેક્સિન મંગાવી હતી. હાલ ગાંધીધામમાં કોવેક્સિનના ડોઝ આપવાની શરૂઆત કરી દેવાઈ છે, હજી કોવિશિલ્ડના ડોઝ આવ્યા નથી. તો રશીયાની સ્પુતનીક લઈ આવેલા લોકો સુડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિમાં સપડાઈ ગયા છે. રશીયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે ત્યાંથીજ નવો સપ્લાય આવી નથી રહ્યો, જેથી કચ્છઆખા નહિ, અમદાવાદમાં પણ સ્પુતનીક વેક્સિન હાલ તો ઉપલબ્ધ નથી. તો સ્પુતનીક લીધેલા લોકો અન્ય વેક્સિન લઈ શકે કે કેમ તે અંગે કોઇ શુદ્ધ દિશા નિર્દેશ હજી સુધી આવ્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.