ગાંધીધામથી ડિઆરઆઈએ સિગારેટ સ્મગલીંગ કેસમાં ભુમીકાના આરોપસર બે શીપીંગ એજન્ટોની અટકાયત કરીને તેમને જેલ હવાલે કરી દીધા હતા. તો બેંગ્લોરથી માસ્ટર માઈન્ડ ગણાતા શખ્સને પણ પકડી પડાયો હતો. શહેરમાં આ ઘટનાક્રમની ચર્ચા દિવસભર ચાલી હતી અને આ શખ્સો કોણ છે તેની પૃચ્છા કરવા માટે વ્યવસાય સંલગ્નોના ફોન રણકતા રહ્યા હતા. દરમ્યાન આ કેસની પુછપરછના દોરમાં આગળ ચાલતી તપાસ સંદર્ભે વધુ એક અટકાયત થાય તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
મુંદ્રા પોર્ટમાં દુબઈથી આવી રહેલા સિગારેટના 17કરોડની કિંમતના કન્સાઈમેન્ટને ડીઆરઆઈએ જપ્ત કર્યા બાદ હવે તેની તપાસનો દોર આગળ ધપી રહ્યો છે. આ કેસમાં કુલ ત્રણની ધરપકડ કરાયા બાદ બાબત ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. એક યા બીજી રીતે સ્મગલીગના કેસમાં આવી ચુકેલા શખ્સો અંડરગ્રાઉંડ થઈ ગયા છે તો આ કેસના સંલગ્નોના ચાલતા પુછપરછના દોરમાં વધુ લોકોની પૃચ્છા કરાઈ રહી હોવાનું બહાર આવી રહ્યું છે, ટુંક સમયમાં વધુ નામો ખુલી શકે તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.