રાજીનામુ:ઉમેદવાર સામેના રાજીનામાં ગેરમાર્ગે દોરનારા: કોંગ્રેસ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 હોદેદારોએ રાજીનામુ ન આપ્યાનું કહ્યું

ગાંધીધામ વિધાનસભા બેઠક પર આપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરી ચુક્યુ છે, ત્યારે કોંગ્રેસના કેટલાક આગેવાનોએ રાજિનામા આપ્યાનો પત્ર કોંગ્રેસનાજ અગ્રણીઓ દ્વારા બહાર આવ્યો હતો, જે સંદર્ભે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પાંચ હોદેદારોએ રાજીનામા ન આપ્યા હોવાનું સતાવાર રીતે જણાવાયું હતું.

કચ્છ જિલ્લા કોંગ્રેસ કમિટિ દ્વારા જણાવાયું હતું કે ગાંધીધામ વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે ભરતભાઈ સોલંકીને એઆઈસીસી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયા છે. જેથી સતાપક્ષ ભાજપ કોંગ્રેસને નુકશાન પહોંચાડવા કેટલાક નેતાઓને કેંદ્રમાં રાખીને કોંગ્રેસની ગરીમાને હાની પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા છે.

કોંગ્રેસ આગેવાનોની સહમતી વિના, ખોટી સહિઓ કરીને બોગસપત્રો ઉભા કરીને રાજીનામા પત્ર પ્રદેશ પ્રમુખને રજુ કરાયા છે, તેનું જિલ્લા પંચાયતના પુર્વ વિરોધપક્ષના નેતા નારણભાઈ સોંદરવા, ગાંધીધામ યુવા કોંગ્રેસના નિતેશ લાલણ, જિલ્લા યુવા મહામંત્રી દિલીપ મહેશ્વરી, ધારાશાસ્ત્રી વાલજીભાઈ મહેશ્વરી, જિલ્લા મંત્રી ભરતભાઈ પાતરીયાએ વિવિધ માધ્યમો થકી કોંગ્રેસ પક્ષ સાથેજ એક હોવાનું જણાવ્યું હતું. નોંધવુ રહ્યું કે કોંગ્રેસના 16 લોકોના રાજીનામા પડ્યા હોવાની યાદી ગત રોજ ફરતી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...