મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:ગાંધીધામ, આદિપુર અને અંજારમાં ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન; અનેક વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થવાના બનાવ

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામમાં ભારે ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. ગાંધીધામવાસીઓ જાણે વરસાદની રાહ જોઈને જ બેઠા હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. અને અમુક વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થવાના કિસ્સા પણ સામે આવ્યા હતા.

ભાદરવાનો તાપનો અહેસાસ કચ્છના શહેરી વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનો અહેસાસ લોકોને જમીની સ્તર પર મોટા પ્રમાણમાં થયો હોવાનું જોવા મળ્યું હતું. ગાંધીધામ, આદિપુર અને અંજાર વિસ્તારના નગરજનો બપોરથી જ બહાર નિકળવાનું ટાળવા લાગ્યા હતા. તો ગાંધીધામમાં ઘણા સ્થળોએ તો એસી કામ ન કરતા હોવાની બુમ ઉઠવા લાગી હતી. તો પંખા નીચે બેઠા હોવા છતાં તેની હવા ન લાગતી હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો, તો બફારાના કારણે સતત નિતરતા પરસેવાથી લોકો ડિહાઈડ્રેશનનો અનુભવ કરી રહ્યા હતા. ભારે ગરમીથી પરેશાન થતા લોકો ગરમીનો સામનો કરતા જોવા મળ્યા હતા. ત્યારે આજે બપોર બાદ અચાનક જ જિલ્લાના વાતાવરણમાં એકાએક પરિવર્તન આવતા અનેક વિસ્તારોમાં મીની વાવાઝોડા સમાન સ્થિતિ સર્જાઈ હતી. ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામ, આદિપુર, અબડાસા, નખત્રાણા, ભચાઉ તાલુકાનાં વિવિધ ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તો અમુક વિસ્તારોમાં ભારે પવનનાં કારણે વૃક્ષો ધરાશાયી થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...