1000 ગિલોય વાવેતરનું આયોજન:આદિપુર સ્મશાનમાં આશાપુરા સેવા મંડળના સભ્યોના સહયોગથી ઔષધી ગાર્ડન બનાવાયું.

ગાંધીધામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજ રોજ આદિપુર સ્મશાનમા આશાપુરા સેવા મંડળના સભ્યોના સહયોગથી ઔષધી ગાર્ડન બનાવયુ. ઔષધીઓના બીજ માંથી છોડ તૈયાર કરી 29 પ્રકારની ઔષધીનું વાવેતર કર્યું હતું. કોરોનામાં અને હાલ લંમ્પિમાં આ જડીબુટ્ટીએ જ માણસ અને પશુઓનો જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.

અંજાર તાલુકાના વીડી ગામમાં હનુમાન ગુફા મંદિરના મહંત પૂજય ગુરુજી અનેરામકૃષ્ણ યોગ કેન્દ્ર આદિપુરના સભ્યોના સહયોગથી હનુમાન ગુફા મંદિરમાં 100 ગિલોય અને 20 ઔષધી ઝાડનુ વાવેતર કર્યું હતું. રામકૃષ્ણ યોગ કેન્દ્ર આદિપુરના સભ્ય ઉમેશ સોન્ડાગરએ જણાવ્યું હતું કે. લંમ્પિ વાયરસમાં ગાયની સેવામાં ઘણી બધી ગિલોયનું કટીંગ થઈ ગયું છે. કટીંગ થઈ ગયેલી ગિલોયના બેલેન્સ માટે 1 આ મહિનામાં 1000 ગિલોય વાવેતરનું આયોજન કર્યું છે. એમાં 650 ગિલોય વિદ્યા ભારતી પૂર્વ કચ્છના વિદ્યાલયમાં આયોજન છે. અન્ય ગિલોય સ્કૂલ, સ્મશાન, મંદિર અને એવી જગ્યા જ્યાં પાણીની સગવડ હોય તેવી જગ્યાએ વાવેતરનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...