મિલકતોનું સર્વેક્ષણ:સિટી સરવેમાં 10હજાર મિલકતની માપણી પૂર્ણ, 4 હજાર ચોપડે ચડી ગઈ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ-આદિપુર ટાઉનશીપમાં તમામ મિલકતોના સરવેની પ્રક્રિયા
  • 3700 મિલકતના પુરાવાઓ જમાઃ પાલિકાના ચોપડે 57 હજારથી વધુ મિલકત, લોકોને સહયોગ આપવા કરાઈ અપીલ

ગાંધીધામ આદિપુર ટાઉનશીપમાં તમામ મિલકતોના સર્વે કરવાની કામગીરી સતત આગળ ધપી રહી છે. સતાવાર સુત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 10 હજાર મિલકતની માપણી કરાઈ ચુકી છે, સામે 4 હજાર પ્રમોલગેશન એટલે કે ચોપડે ચડી જાહેર થઈ ચુકી છે. જ્યારે કે પાલિકાના ચોપડે 57 હજારથી વધુ મિલકતો નોંધાયેલી છે, કુલ પ્લોટ 30 હજાર છે. જેથી હજી પણ આ રાહ લાંબી છે. વિશેષ વ્યવસ્થાના ભાગ રુપે ગાંધીધામમાં સીટી સર્વેની શરૂ કરાયેલી કામગીરીનો લાભ મહતમ ફ્રી હોલ્ડ થયા બાદ લોકોને મળશે, જેથી અત્યારથી તે પુર્ણ કરવાની અપીલ કરાઈ હતી.

ગાંધીધામમાં વેગ પકડતી સિટી સર્વેની કામગીરી થકી ટાઉનશીપના તમામ મિલ્કતોના પ્રોપર્ટીકાર્ડ બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. જેમાં સ્થળનું માપણી કરવા,નોટીસ બજાવવા તથા મિલ્કતનાં આધાર પુરાવા મેળવવા માટે રૂબરૂ ટીમો અલગ અલગ સ્થળોની સ્થળોની મુલાકાત લઈ રહી છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં ગાંધીધામના સેક્ટર 1 થી 5 તેમજ આદિપુરના વોર્ડનું કામ પુર્ણ કરાયું છે, જે અંગેની માહિતી ઓનલાઈન પણ જોઇ શકાય છે.

આ અંગે પ્રાંત અધિકારી મેહુલ દેસાઈએ જણાવ્યું કે ગાંધીધામના કિસ્સામાં વિશેષ રુપે આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે ત્યારે જ્યારે જમીનની માલીકી લોકો પાસે આવી જશે ત્યારે સરળતા પુર્ણ રુપે લોકો તેનો લાભ ઉઠાવી શકસે. હાલ કેમ કે લીઝ પર છે, તો કેટલાક અલગ અલગ વિભાગોમાંથી મ્યુટેશન સહિતની પ્રક્રિયા કરતા હોવાથી આ પ્રક્રિયામાં રુચી ન દાખવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે, લોકો મહતમ ધોરણે રસ દાખવીને આ પ્રક્રિયાને વહેલી તકે પુર્ણ કરવા સહયોગ કરે તે જરૂરી હોવાનું જણાવાયું હતું.

સીટી સર્વેથી મિલ્કત ધારકને પ્રોપટી કાર્ડ ઈશ્યુ થશે, જેના થકી ધારકોને પોતાની મિલ્કતોનું રેકર્ડ ઓફ રાઈટ્સ ઉપલબ્ધ થશે, લોન, ગીરો માટેનુ ટાઈટલ ક્લીયરીંગ પુરાવા મળશે, તમામ મિલ્કતનું મિલ્કતકાર્ડ બનશે, નક્શાની વિગતો એક સાથે મળશે, વારસોને વારસામાં મિલ્કત કાર્ડની ભેટ આપી શકાસે.

એસઆરસી હસ્તકછે 18 હજાર પ્લોટ
ગાંધીધામ આદિપુર સંકુલમાં કુલ 30 હજાર પ્લોટ છે, જેમાંથી 18 હજાર એસઆઅરસી હસ્તકના પ્લોટમાં કરાયેલા કંટ્રકશનમાં પણ અલાયદી મિલકતો ગણવામાં આવે છે. ગાંધીધામ સંકુલમાં સમગ્ર જમીન ડીપીએ અને એસઆરસી હસ્તક છે ત્યારે તેમનો યોગ્ય સહયોગ મળે તો કામ ઝડપી થઈ શકે તેવો સુર પણ વ્યક્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...