કડક કાર્યવાહીની માગ:મહત્તમ પ્રા. શાળાઓ ઓનલાઈન પોર્ટરમાં માહિતી ભરતી જ નથી

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ તાલુકાની 62 પ્રા. શાળાઓમાં ‘ચાઈલ્ડ ટ્રેકિંગ’ થઈ શકતું નથી
  • મધ્યાહન ભોજનની માહિતી પણ નથી મળતી, પાલન કરો, નહીં તો કડક કાર્યવાહી- પ્રા. શિક્ષણાધિકારી

ગાંધીધામ તાલુકામાં કેટલીક પ્રાથમિક શાળાઓ દ્વારા સરકાર દ્વારા નિયત કરેલા ચાઈલ્ડ ટ્રેકીંગ પોર્ટરમાં જરૂરી માહિતીઓ અપલોડ ન કરાતી હોવાથી શાળાઓ અને બાળકોની પરિસ્થિતી અને કામકાજ અંગે જે રોજ માહિતી તંત્ર સુધી પહોંચવી જોઇએ તે મળતી નથી. પરીણામ સ્વરુપ જે તે માહિતીઓના આધારે લેવાવા જોઇએ નીતિગત નિર્ણયો લેવામાં વિલંબ થાય છે અથવા તો પ્રશાસન ગેરમાર્ગે દોરાતું રહે છે.

ગાંધીધામ તાલુકામાં 55 સરકારી અને 7 ગ્રાન્ટેડ એમ કુલ 62 પ્રાથમિક શાળાઓ છે. ડીજીટલ થવા માંગતી સરકારે ચાઈલ્ડ ટ્રેકિંગ પોર્ટર બનાવ્યું છે, જેમાં નિયમાનુસાર દરેક શાળાએ સતત વિગતો નાખતી રહેવાની હોય છે. જેથી તે માહિતીઓ સરકાર, પ્રશાસન અને સબંધિત અધિકારીઓને મળતી રહે અને તે આધારે શિક્ષકોના ઘટ, સેટઅપ, શાળાના માળખાની પરિસ્થિતિ સહિતની બાબતો અંગે નિર્ણય લઈ શકાય. ઉપરાંત મધ્યાહન ભોજનની માહિતી રોજરોજ નાખવાની રહે છે, કે કેટલા બાળકોએ તેનો લાભ લીધો. પરંતુ આ ઘણી શાળાઓ આ માહિતીઓ નિયમીત અપડેટ કરતી નથી.

જેથી સરકારનો ઉદેશ્ય સિદ્ધ થઈ શકતો નથી. શાળાઓનું નવુ સત્ર ચાલુ થયા બાદ તમામ માહિતીઓને ભરવાનો અંતિમ અવધી 30/07 હતી, પરંતુ તે અનુસાર કાર્ય થઈ શક્યુ નથી. આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારી હિમાંશુ સીજુએ જે શાળાઓ પુરતી માહિતીઓ ભરવાની શરૂઆત નહી કરે, તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે તેમ જણાવી ચુક્યા છે, તેમજ આ અંગેનો પત્ર પણ પાઠવ દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

જિલ્લા શિક્ષણાધિકરીએ પણ આપી હતી સુચના
ગાંધીધામમાં 80થી આચાર્યોની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમાં જિલ્લા શિક્ષણાધિકારીએ પણ ઓનલાઈન માહિતીઓ ન ભરાતી હોવા અંગેની ટકોર કરીને સહુની નીયમીત માહિતીઓ આપવાની સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...