એકસાથે 6 દુકાનો તસ્કરોના નિશાને ચડી:ગાંધીધામની મુખ્ય બજારમાં સામુહિક તસ્કરી; ચોરી કરતા ઘટનાના CCTV આવ્યા સામે

ગાંધીધામ22 દિવસ પહેલા

કચ્છના આર્થિક પાટનગર તરીકે જાણીતા ગાંધીધામની મુખ્ય બજારમાં તસ્કરોએ સામૂહિક આક્રમણ કર્યું હતું. આ ચકચારી બનાવમાં છ દુકાનમાંથી રોકડા અને ચીજવસ્તુઓ સહિત કુલ 98,050ની માલમતા ચોરાઈ હતી.

એકસાથે 6 દુકાનો તસ્કરોના નિશાને ચડી
ગાંધીધામ શહેરમાં વારંવાર બનતા ચોરીના બનાવને લઈને વેપારી વર્ગમાં ભારે નારાજગી પ્રસરી હતી. ઝંડા ચોક અને ચાવલા ચોક વચ્ચે આવેલી વચલી બજારની દુકાનો તસ્કરોના નિશાને ચડી હતી. ગઈકાલ રાત્રિના 9થી સવારે 10 વાગ્યા સુધીના અરસામાં બનેલી ધટના અંગે પોલીસે કહ્યં હતું કે, આ વિસ્તારમાં એન. 18 વાળી દુકાનમાં જીની એન્ડ જોની નામની પેઢી ચલાવતા ફરિયાદી જયેશભાઈ દિનેશભાઈ રાજગોરની રેડિમેડ કપડાની દુકાનના ત્રીજા માળનો દરવાજો તોડીને નીશાચરો અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો અહીંથી રોકડા રૂા. 22 હજાર તથા 50 હજારની કિંમતની 50 જેટલી જીન્સની પેન્ટ લઈ ગયા હતા. ચોરીની સમાન ઢબ સાથે અનિલભાઈ કરશનભા ગઢવીની ઉમેશ ટેક્ષ ટાઈલ્સ દુકાનમાં રોકડા રૂા.18 હજાર અને રૂા.500ની ત્રણ સાડી લઈ ગયા હતા. ગોપાલભાઈ પરીમાલની સૂઝની દુકાનમાંથી રોકડા રૂા. 1250, દીપકભાઈ દુકાન નં. 87માંથી રોકડા રૂા. 1500, નરેશભાઈની દુકાનમાંથી રૂા. 2800 તેમજ સંતોષભાઈની દુકાનમાંથી' રોકડા રૂા. 1 હજાર અને જીન્સની પેન્ટો નંગ. 7 કિં. રૂા. 1 હજાર સાથે તમામ દુકાનોમાંથી કુલ રોકડા રૂા. 46550 ચોર્યા હતા. મુખ્ય બજારમાં એક સાથે છ દુકાનમાં ચોરીની ઘટનાને લઈને વેપારીઓ એ-ડિવિઝન પોલીસ મથકે અધિકારી સમક્ષ રજૂઆતો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...