કાર્યવાહી:મનાલી ટાવર પાસે દારૂ વેંચતા બે શખ્સની 48 બોટલ સાથે ધરપકડ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવા, 3 મોબાઇલ સહિત 86 હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામના જીઆઇડીસી થી રામલીલા મેદાન તરફ જતા રોડ પર મનાલી ટાવર નજીક એક્ટિવા લઇને દારૂનું વેંચાણ કરી રહેલા બે શખ્સને પોલીસે રૂ.31 હજારની કિંમતના વિદેશી શરાબ અને બિયરના જથ્થા સાથે પકડી લઇ વાહન તથા 3 મોબાઇલ સહિત રૂ.86 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ જથ્થો મોકલનાર સહિત ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ ગત સાંજે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મનાલી ટાવર પાસે પહોંચતાં બાતમી મળી હતી કે હીરજી દેવજી માતંગ અને દિપક દેવજીભાઇ વાડા રામલીલા મેદાન જતા રોડ પર મનાલી ટાવર નજીક સફેદ એક્ટિવા લઇને ઉભા છે અને વિદેશી દારૂનું વેંચાણ કરી રહ્યા છે.

આ બાતમીના આધારે ત્યાં પહોંચી એક્ટિવાની તલાશી લેતાં આગળ રાખેલા થેલામાંથી રૂ.31,470 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી શરાબની 48 બોટલ અને 35 બિયરના ટીન મળી આવતાં નવી સુંદરપુરી રહેતા હીરજી ઉર્ફે લધો દેવજીભાઇ માતંગ અને સેક્ટર-7 પુનમ સોસાયટીમાં રહેતા દિપક દેવજીભાઇ વાડાની અટક કરી એક્ટિવા તથા 3 મોબાઇલ સહિત કુલ રૂ.86,970 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલા આરોપીએ આ દારૂનો જથ્થો સેક્ટર-7 ગણેશનગરમાં રહેતા મનિષ રસિકભાઇ દાફડા પાસેથી આવ્યો હોવાનું જણાવતાં ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરાઇ હોવાનું પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...