સ્થાનીક લોકોની માંગ:ગાંધીધામમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા બાબતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં શિવ મંદિરની બાજુમાં ઈંડા તથા ચિકન મટનની ગેરકાયદેસર દુકાનો આવેલી છે. એ કાયમી ધોરણે બંધ કરાવવા બાબતે સથવારા સમાજના આગેવાનો આગળ આવી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યો હતો. તેમના દ્વારા એવી ઈચ્છા વ્યક્ત કરી કે પવિત્ર શ્રાવણ માસના ચાલુ થાય પહેલા આ દુકાનો તાત્કાલિક ધોરણે બંધ થાય.

આ પ્રકારની રજૂઆત લઈ સથવારા સમાજ અગ્રણી અશોક ભાઈ સથવારા, પ્રેમજી ભાઈ સથવારા, રોહિત ભાઈ સથવારા, રમેશ ભાઈ સથવારા, મંગલ ભાઈ સથવારા તેમજ સથવારા સમાજના લોકો હાજર રહ્યાં હતા. અને વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધિકારી મૂળજી ભાઈ ગઢવી, ધરમશી ભાઈ મહારાજ તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સહિત નાગરિકો હજાર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...