મુલાકાતની સંભાવના:મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની કંડલા મુલાકાતનો ઘડાતો તખ્તો, એમપીથી આવી રહ્યો છે મહતમ ઘઉંનો જથ્થો

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાંથી ઘઉંની નિકાસ માટે ઘઉંનો જથ્થો ડીપીએ, કંડલામાં આવી રહ્યો છે ત્યારે તેમા મધ્યપ્રદેશથી આવતા જથ્થાનો આંકડો ખુબ વધુ છે, ત્યારે નિકાસ સબંધિત પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરવા માટે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ટુંક સમયમાં કંડલાની મુલાકાતે આવી તેવી સંભાવના એમપીના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

હજી ગત સપ્તાહેજ મધ્યપ્રદેશના કૃષી મંત્રીના વિશેષ અધિકારીએ ડીપીએ, કંડલાની મુલાકાત લઈને એક્સપોર્ટ પ્રક્રિયાઓ અંગે માહિતી મેળવી હતી ત્યારે હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શીવરાજસિંહ ચૌહાણ પણ ટુંક સમયમાં પોર્ટની મુલાકાતે આવે તેવો તખ્તો ઘડાઈ રહ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

નોંધવું રહ્યું કે સર્વાધિક ઘઉંનો જથ્થો એમપીથી કંડલા એક્સપોર્ટ થવા આવી રહ્યો છે. જેથી એમપીના ઘઉં નિકાસની પ્રક્રિયાઓનું રીવ્યું લેવાના ઉદેશ્ય સાથે આ મુલાકાતની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...