આજે સર્ચ કામગીરી પુર્ણ થઈ શકે:કચ્છમાં આવકવેરાના દરોડાના ચોથા દિવસે બેંકોમાં લોકર ખોલાવાયા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરોડામાં 100 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
  • લીંક ખુલતા 40થી વધુ સ્થળોએ કરાઈ તપાસઃ કરોડોની ગેરરીતી બહાર આવી હોવાની શંકા

શુક્રવારથી કચ્છમાં અલગ અલગ 32 સ્થળોએ પડેલા આવકવેરા વિભાગના દરોડોઓ તેના અંતિમ તબક્કા પર પહોંચતા સુધીમાં તપાસના સ્થળો 40થી વધી ગયા હતા. ચોથા દિવસે કેટલાક બેંકમાં ખાતાધારકોને સાથે રાખીને બેંકના લોકર ખોલવામાં આવ્યા હતા.

ગાંધીધામના ખાવડા ગૃપ સહિત, ભુજ, અંજાર, રાપર અને માંડવીમાં શુક્રવારના સવારથી આવકવેરા વિભાગની 250 લોકોની 32થી વધુ ટિમોએ 32 સ્થળોએ પર દરોડાની કાર્યવાહી આરંભી હતી. જેમાં પહેલાજ દિવસે 15 કરોડ, બીજા દિવસે કેટલીક જ્વેલેરીસ અને બેંક એકાઉન્ટ્સની તપાસ તો ત્રીજા દિવસે તે લીંક સબંધિત અન્ય સ્થળોમાં તપાસનો દાયરો વધારવામાં આવ્યો હતો. સોમવારના ચોથા દિવસે મળતી કડીઓના આધારે વધુ 8 સ્થળોએ તપાસ કરાતા કુલ 40થી વધુ સ્થળોએ સર્ચ કરાઇ રહ્યું છે.

સોમવારના જે ઔધોગિક કે ફાયનાન્સ સાથે જોડાયેલા તે સમુહોના ડાયરેક્ટરોને આવકવેરા વિભાગે સાથે રાખીને ભુજ અને ગાંધીધામમાં કેટલાક બેંક લોકર ખોલવામાં આવ્યા હતા. નિવેદનો લેવા, પંચનામા લખવા અને સીઝરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી, જે હવે આજે પુર્ણ થાય તેવી સંભાવના છે. ઇન્કમટેકસ વિભાગને અત્યાર સુધી રોકડા રૂ. 15 કરોડ, રૂ. 100 કરોડના બિન હિસાબી વ્યવહારો, 20 લોકર અને જ્વેલરી મળી આવી છે. અમદાવાદના બોપલ અને નવરંગપુરામાં આવેલા ખાવડા ગ્રુપની ઓફિસ અને ગેસ્ટહાઉસમાં પણ તપાસ થઇ હતી.

કાળાને ધોળા કરવા આરોગ્ય કેન્દ્રનો પણ ઉપયોગ કરાયાની શંકા
કચ્છમાં નવ નિર્મિત અદ્યતન હોસ્પિટલના બાંધકામમાં સજ્જન દાતાઓ ઉપરાંત અમુક કાળા નાણાને ધોળા કરી ઉપયોગ કરાયો હોવાની શંકાની દિશામાં પણ તપાસનો દોર ચાલ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. વિદેશી ફંડ, બેનામી સંપત્તિઓની શોધમાં કરચોરી કરવા ઉપયોગમાં લેવાઈ શકેલા અલગ અલગ સંદર્ભો પણ તપાસવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...