ટેન્ડરને ખોલવામાં અચકાટ:પાલિકાના શેલ્ટર હોમને લોકાર્પણ સાથે લાગેલું તાળું, આશ્રિતો રોડ પર

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરૂર ન હોવા છતાં ટેન્ડર બહાર પાડ્યુ, એકજ આવેલા ટેન્ડરને ખોલવામાં અચકાટ
  • સેવાકાર્યમાં પણ જસ ખાટવાની લાલસા, મજુરી માટે આવતા લોકો નાળા પર રહેવા મજબુર

ગાંધીધામ નગરપાલિકામાં કામ ઓછા અને ક્રેડીટની લાલસા વધુ હોય તેમ છેલ્લા કેટલાક પ્રોજેક્ટ્સમાં પરાણે મોડુ કરાઈ રહ્યું હોવાનો સુર ઉઠ્યો છે. બનીને તૈયાર અને લોકાપર્ણ પણ થઈ ગયેલા ઘર વિહોણા માટેના આશ્રય સ્થાનને હજી પણ તાળા લાગેલા છે. ગાંધીધામ નગરપાલિકા સામેજ ગુજરાત અર્બન લાઈવલી હુડ દ્વારા બનાવાયેલા ઘર વિહોણા માટેના આશ્રય સ્થાનનું ચોરીછુપેથી ઉદઘાટન કાર્યક્રમ ગત મહીને પતાવી નાખ્યા બાદ તુરંત તેને તાળા લગાવી દેવાયા છે.

ઉદઘાટનની રીબીન પણ તાળા સાથે હજી ઉડતી જોઇ શકાય છે ત્યારે પાલિકા અને સતાપક્ષના સતાધિશો માત્ર જશ ભુખ્યાજ છે કે શું? તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શેલ્ટર હોમની નિભાવણી માટે સ્વખર્ચે કામ આપવાનું હતું, જે માટે આગળ આવેલી સંસ્થાને અંગત અહંમના કારણે સતારુઢોને દરગનાત કરીને ટેન્ડર બહાર પડાવ્યું હતું.

જ્યારે કે ટેન્ડરીંગના પક્ષમાં એક મોટો વર્ગ નહતો. પરંતુ તે પ્રક્રિયા પત્યા બાદ હવે એક માત્ર ટેન્ડર આવ્યું છે,એકજ હોવાથી તેને ખોલવા ન ખોલવા, રીટેન્ડરીંગ કરવા જેવી ચીંતનમા પાલિકા છે. તો બીજી તરફ નાળા પર ખુલ્લા આકાશ નીચે રોજગારીની શોધમાં ભટકતા આવતા લોકો રહેવા મજબુર છે. વરસાદની સીઝન હવે માથે છે ત્યારે પાલિકા આનો નિવેડો લાવશે કે કેમ? તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...