રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને સેવન કરવું તેના પર પ્રતિબંધ છે. તેમ છતાં દર વર્ષે ગુજરાતમાં કરોડોની કિંમતમાં દારૂના જથ્થા ઝડપાતા હોય છે. ત્યારે આજે કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. કંડલા મરીન પોલીસે ઝડપેલા ઈગ્લીંશ દારૂની બોટલો નંગ 5352 તથા બીયર ટીન નંગ 1178 સહિત કુલ 23,38,275ના દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
શિણાય સીમ વિસ્તારમાં આજે વિદેશી દારૂની પેટીઓ ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી. જ્યાં અંજાર એસ.ડી.એમ મેહુલ દેસાઈ, અંજાર પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, કંડલા મરીન પી. આઈ એચ.કે.હુંબલ તથા નશાબંધી અને આબકારી અંજારનાં આઈ.એચ.ડોડીયાની હાજરીમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પી.આઈ એચ.કે.હુંબલ તથા કંડલા મરીન પોલીસ સ્ટાફ જોડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.