ધરપકડ:ગાંધીધામ લવાતો 59 લાખનો દારૂ વડોદરાથી જપ્ત

ગાંધીધામ / વાઘોડિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરિયાણાથી જથ્થો ભરીને ગાંધીધામમાં ડિલીવરી આપવાનો હતો, પ્રકરણમાં બે ટ્રક ડ્રાઈવરની ધરપકડ
  • ચૂંટણી પૂર્વે દારૂની રેલમ છેલ કરવાની હતી તૈયારી? । અંજાર પાસે કારમાં લવાતો 60 હજારનો દારૂ ઝડપાયોઃ એક જબ્બે, એક ફરાર

મોડી રાત્રે વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ટ્રકમાં લઇ જવાતો રૂપિયા 59 લાખની કિંમતનો ભારતીય બનાવટનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગુનામાં દારૂ લઈને જઈ રહેલા બે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ દારૂનો જથ્થો ગાંધીધામ-કચ્છ ખાતે લઈ જવાતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. બીજી તરફ અંજારમાં કારમાં લવાયેલો અને વરસાણામાં રહેણાક ઘરમાં ડિલીવર અપાય તે પહેલા કાર્નએ પકડીને કુલ 60 હજારથી વધુનો દારુ ઝડપ્યો હતો.

વડોદરા રોડ ઉપર આવેલ આમલીયારા જીઈબી સબ સ્ટેશન સામેથી ટ્રકમાં ગેરકાયદે ભારતીય બનાવટના વિદેશી દારૂ લઈ જતી ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. ટ્રકમાં વિદેશી દારૂની પેટી- નંગ.985 જેમાં કુલ બોટલ નંગ 11820 કિં રૂ.59,10,000નો તથા બે મોબાઇલ ફોન કિં.રૂા. 15000 તથા ટ્રક કિં.રૂા.10,00,000 તથા તાડપત્રી રસ્સી કિં રૂ.1000 કુલ મળી રૂ. 69,26,000 મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

પોલીસે તાજારામ ભગારામ પુનીયા (જાટ) રહે. અરણીયાલી તા. ધોરીમન્ના જિ.બાડમેર (રાજસ્થાન), રાવતારામ શેરારામ બાના (જાટ) રહે મોતીબેરી, કેકર તા.સેડવા જિ. બાડમેર (રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ગાડી લેવા મોકલનાર રાજુભાઈ જાટ (રહે હરિયાણા) ના ઈસમ તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વિરુદ્ધમાં વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ અંજારમાં પુર્વ કચ્છ એલસીબીની ટીમે વરસાણા ગામે બાતમીના આધારે રાખેલી વોચ અનુસાર આવેલી ઈનોવા કારને થોભાવીને તપાસ કરતા તેમાંથી દારુની નાની મોટી 179 બોટલ અને બીયરના 48 ટીન મળીને કુલ 60 હજાર જેટલાનો પ્રોહીબીશન મુદામાલ અને કાર મળીને કુલ 5,61,450ની મતા જપ્ત કરી હતી.

ગળપાદર પાસે દારૂ વેંચતા અને લેતા બે જબ્બે
ગાંધીધામના ગળપાદર ચાર રસ્તા પાસે આદિપુરમાં રહેતા 65 વર્ષીય પ્રકાશ રામચંદ્રભાઈ આહુજા છ બોટલ વિદેશી દારુ ગુટકાના પેકિંગમાં લઈને વેંચવા ઉભા હતા. દરમ્યાન એક કાર આવીને ઉભી રહીને તે બેગ ડીકીમાં રાખતા પોલીસે બન્નેને થોભાવીને થેલો ચેક કરતા તેમાંથી 5268 ની કિંમતની 6 વિદેશી દારુની બોટલ મળી આવી હતી.

કારમાં જથ્થો લેવા આવનારની પુછપરછ કરતા તે મેઘપર બોરીચીમાં ભગીરથ નગરમાં રહેતા કેતનભાઈ તુલશીભાઈ પટેલ હોવાનું સામે આવ્યું હતું.એ ડિવિઝન પોલીસે દારુની છ બોટલ, બે મોબાઈલ રોકડ 12,700, અને 7 લાખની કાર ગણીને કુલ 7,32,968નો મુદામાલ જપ્ત કરી બન્ને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...