ગાંધીધામમાં પોલીસે અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડીને ટાગોર રોડ પર કાર, મીઠીરોહરમાં બાવળની ઝાડીઓ અને કિડાણાની ઓરડીમાંથી કુલ દારુનો 4.55 લાખનો જથ્થો બે આરોપી સાથે ઝડપી પાડ્યો હતો. જોકે આ સમયે 4 આરોપી ફરાર થવામાં સફળ રહ્યા હતા.ગાંધીધામ એ ડિવિઝન પોલીસના સ્ટાફને ટાગોર રોડ પર ઓસીયા મોલ પાસે પહોંચતા બાતમી મળી હતી કે એક બોલેરો પીકઅપ ડાઅલુમાં દારુ ભરીને સુંદરપુરી રહેતા પ્રકાશ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગને આપવા જઈ રહ્યો છે.
જે આધારે બાતમી અનુસારનું બોલેરો વાહન નિકળતા સર્વિસ રોડ પર તેનો પીછો કરાયો હતો, તો તે દરમ્યાન હોતચંદાણી હોસ્પિટલ પાછળ ચાલક નીચે ઉતર્યો અને પ્રકાશ ઉર્ફે પકાડો પાસે આવ્યો હતો. પરંતુ પોલીસને જોતા બન્ને ઈસમો સ્થળ પરથી ભાગી ગયા હતા અને પોલીસના હાથે આવ્યો બોલેરોમાં પડેલી અલગ અલગ બ્રાંડની 1450 દારુની બોટલ અને 312 નંગ બીયર. પોલીસે વાહન સહિત કુલ 8,11,100ના મુદામાલ સાથે બોલેરો વાહન ચાલક અને પ્રકાશ ઉર્ફે પકાડો કાનજી માતંગ (રહે. જુની સુંદરપુરી) સામે ગુનો નોંધીને જપ્ત કર્યો હતો.
બીજી તરફ એ ડિવિઝન પોલીસેજ મીઠીરોહરમાં એમ.કે. ટીમ્બર પાછળ બાવળની ઝાડીઓમાંથી 48 હજારના દારુના મુદામાલ સાથે બીયરના 480 ટીન જપ્ત કરીને હાજર ન મળી આવેલા આરોપી સચીન વિનોદભાઈ ચૌહાણ (રહે. ગળપાદર) સમે ગુનો નોંધ્યો હતો. ત્રીજી કાર્યવાહી ગાંધીધામની બી ડિવિઝન પોલીસે કિડાણામાં કરી હતી.
જેમાં પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કિડાણાના કરણજીનગરમાં જય શક્તિ ફ્લોર મિલ પાછળની ઓરડીમાંથ દારુ વેંચાતો હોવાના આધારે મંગળવારના બપોરે દરોડો પાડતા બે શખ્સ મનોહરસિંગ પ્રેમસિંગ ભાટી રાજપુત અને દિનેશ બાબુલાલ સેન સ્થળ પર હાજર મળી આવ્યા હતા અને તપાસમાં અલગ અલગ બ્રાન્ડની 99 બોટલ કે જેની કિંમત 99,530 થવા જાય છે તે અને સાથે 4 ખાલી બોટલ અને બે મોબાઈલ મળીને કુલ 1,01,030ના મુદામાલ જપ્ત કરીને હાજર ન મળી આવેલો આરોપ કાનાભાઈ અમરાભાઈ ભરવાડ તેમજ અન્ય તપાસમાં જે નિકળે તેની સામે પણ ગુનો નોંધ્યો હતો.
ભચાઉમાં દાટેલી 26 દારુની બોટલ મળી
ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે ભચાઉના ભવાનીપુર, 26 બંગલા ચાર રસ્તા વિસ્તારમાં શાળા નં. 8 પાછળના ભાગે આરોપી હરદેવસિંહ ચંદનસિંહ વાઘેલા પોતાના ઘર પાસે ખુલ્લી જમીનમાં લોખંડનો પીપ જમીનમાં દાટીને તેની અંદર અંગ્રેજી દારુ સંતાડી રાખી વેંચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા બે લોખંડના પીપ આડા દાટેલા મળ્યા હતા, જેમાંથી અલગ અલગ બ્રાન્ડની26 બોટલ કે જેની કિંમત 26,700 થવા જાય છે, તે ઝડપી પાડીને આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.